એર ફોર્સમાં ૩૫૦૦ જેટલી જગ્યાઓ પર અગ્નિવીરની ભરતી

Indian Air Force (AIF)- ભારતીય એર ફોર્સ દ્વારા અગ્નિવીર ભરતી કરવામાં આવી રહી છે. આ માટે કુલ ૩૫૦૦ જેટલી બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અગ્નિવીર ભરતી એ ભારતીય વાયુ સેનામાં ફરજ બજાવવા ઈચ્છતા અને ખાસ કરીને આર્મી જોઈન કરીને દેશની સેવાનું સપનું સેવતાં દેશના યુવાનો માટે ઘણી ખુશીના સમાચાર છે. સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો સુધી આ સમાચાર અચૂક પહોંચાડો. ભારતીય એરફોર્સ દ્વારા આ ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. આ ભરતીમાં લાયક ઠરનારા ઉમેદવારો અગ્નિવીર કહેવાશે. આ ભરતી માટે જરૂરી વિગતો જેવી કે, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પરીક્ષાની વિગતો વગેરે જેવી વિગતો જાણવા માટે આગળ વાંચો.   

અગ્નિવીર ભરતી ૨૦૨૩

ભરતી કરનાર સંસ્થા ભારતીય એર ફોર્સ
પોસ્ટનું નામ અગ્નિવીર (એર ફોર્સ)
કુલ જગ્યાઓ ૩૫૦૦
નોકરીનું સ્થળ ભારતમાં ગમે ત્યાં
પગારધોરણ ૩૦,૦૦૦/- રૂપિયા/માસ અને અન્ય ભથ્થા
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ,૨૦૨૩
ઓફિશિયલ વેબસાઇટ agneepathvayu.cdac.in

અગ્નિવીર ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

ધોરણ ૧૨ પાસ કે ધોરણ ૧૦ પાસ પછી ત્રણ વર્ષનો કોઈ પણ વિષયમાં ડિપ્લોમા કરેલી કોઈ પણ વ્યક્તિ અગ્નિવીર ભરતી ૨૦૨૩ માટે અરજી કરી શકે છે.

અગ્નિવીરની પોસ્ટ માટે કુલ જગ્યાઓ

૩૫૦૦                  

અગ્નિવીર ભરતી માટેની વય મર્યાદા

તારીખ ૨૪ જુન,૨૦૦૩ અને તારીખ ૨૭ ડિસેમ્બર, ૨૦૦૬ વચ્ચે જન્મેલી કોઈ પણ વ્યક્તિ અગ્નિવીર ભરતી  માટે અરજી કરી શકે છે. એટલે કે વ્યક્તિની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષની હોવી અનિવાર્ય છે.

વય મર્યાદાની બહારની દરેક વ્યક્તિ આપોઆપ અગ્નિવીર ભરતી માટે ગેરલાયક ઠરી જશે.

અગ્નિવીર ભરતીની પરીક્ષાની ફી

અગ્નિવીર ભરતી ૨૦૨૩માં અરજી કરવા માટે દરેક ઉમેદવારે ૨૫૦/- રૂપિયા ભરવાના રહેશે. પરીક્ષાની ફી ઓનલાઇન પદ્ધતિથી ચૂકવવાની રહેશે.

અગ્નિવીર ભરતીમાં લાયક ઉમેદવારોને મળતું પગારધોરણ

અગ્નિવીર ભરતીમાં પસંદગી પામેલાં ઉમેદવારોને દર મહીને ૩૦,૦૦૦/- રૂપિયા અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલાં સરકારી ભથ્થા મળવાપાત્ર હશે.

એર ફોર્સ અગ્નિવીર ભરતી ૨૦૨૩ માટે પસંદગી પ્રક્રિયા

એર ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી અગ્નિવીર ભરતી ૨૦૨૩માં પસંદગી પામવા માટે દરેક ઉમેદવારે નીચેના સ્ટેજમાંથી પસાર થવું પડશે.

  • લેખિત પરીક્ષા
  • CASB ટેસ્ટ
  • શારીરિક ક્ષમતા ટેસ્ટ
  • શારીરિક બાંધાની માપણી ટેસ્ટ
  • એડેપ્ટેબિલિટી ટેસ્ટ-૧ અને ૨
  • પ્રમાણપત્રોની ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અગ્નિવીર ભરતી ૨૦૨૩ માટે શારીરિક બાંધો કેટલો હોવો જોઈએ

  • ઉંચાઈ:- ઓછામાં ઓછી ૧૫૨.૫ સેમી
  • છાતી:- ફૂલાવ્યા વગર અને ફૂલાવ્યા બાદનો તફાવત ૫ સેમી હોવો જોઈએ.

અગ્નિવીર ભરતી ૨૦૨૩ માટેનો શારીરિક ક્ષમતા ટેસ્ટ

ઉમેદવારે ૦૬ મિનિટ અને ૩૦ સેકન્ડમાં ૧.૬ કિમીની દોડ પૂરી કરવાની રહેશે, તથા આપેલાં સમયમાં ૧૦ પુશ અપ્સ, ૧૦ સિટ અપ્સ, અને ૨૦ સ્ક્વોટ્સ (Squats) પૂર્ણ કરવાના રહેશે.

અગ્નિવીર ભરતી ૨૦૨૩ માટે ધ્યાનમાં લેવા જેવી અગત્યની તારીખો

નોટિફિકેશન બહાર પડવાની તારીખ૧૧/૦૭/૨૦૨૩
અગ્નિવીર ભરતી માટે અરજી ફોર્મ મંગાવવાની શરૂઆત૨૭/૦૭/૨૦૨૩
અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ૧૭/૦૮/૨૦૨૩
અગ્નિવીર ભરતી પરીક્ષાની તારીખ૧૩/૧૦/૨૦૨૩

અગ્નિવીર ભરતી ૨૦૨૩ માટે અરજી કરવાની રીત

અગ્નિવીર ભરતી ૨૦૨૩માં અગ્નિવીરની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છતાં યુવાનો  ઓફિશિયલ વેબસાઇટ agneepathvayu.cdac.in પર જઈને અરજી કરી શકાય છે.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

FAQ- વાંચકોને મૂંઝવતાં પ્રશ્નો

CASB ટેસ્ટ શું છે?

CASB ટેસ્ટ એટલે સેન્ટ્રલ એરમેન સિલેક્શન બોર્ડ ટેસ્ટ. આ ટેસ્ટ દરેક અગ્નિવીરે આપવાનો હોય છે. આ પ્રાથમિક કક્ષાનો ટેસ્ટ છે, જેના આધારે અગ્નિવીરની પસંદગી થાય છે. એટલે આ ટેસ્ટ અગ્નિવીર ભરતીમાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા દરેક ઉમેદવારો આપવાનો હોય છે. આ એર ફોર્સમાં અગ્નિવીરની પસંદગીની એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે.

અગ્નિવીર યોજના શું છે?

અગ્નિવીર યોજના એ ભારત સરકાર દ્વારા ભારતીય યુવાનોને દેશસેવામાં જોડવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના અંતર્ગત દેશના યુવાનોને ૪ વર્ષ માટે આકર્ષક પગાર આપીને આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમને દેશસેવાનો અવસર પ્રદાન કરવામાં આવે છે. અગ્નિવીરોનો કાર્યકાળ પૂર્ણ થવા પર તેમને ગ્રેજ્યુઈટી રકમ અને ૪૮ લાખનું જીવન વીમા કવરેજ આપવામાં આવે છે.

શું અગ્નિવીરમાં નોકરી પ્રાપ્ત યુવાનોને કાયમી નોકરી મળે છે?

ના, અગ્નિવીરમાં નોકરી મળેલાં યુવાનોને ફક્ત ૪ વર્ષ માટે નોકરી અને દેશસેવાનો અવસર પ્રદાન કરવામાં આવે છે. આ ચાર વર્ષના સમયમાં તેમને આર્મીની ટ્રેનિંગ અને આકર્ષક પગાર આપવામાં આવે છે. ચાર વર્ષનો સમય પૂર્ણ થયે જોડાયેલાં કુલ અગ્નિવીરોમાંથી માત્ર ૨૫% અગ્નિવીરોને ભારતીય આર્મ્ડ ફોર્સીસમાં કાયમી નોકરીની તક આપવામાંં આવે છે, જ્યારે બાકીના યુવાનોને ટ્રેનિંગ સર્ટિફિકેટ અને ગ્રેજ્યુઈટી રકમ આપવામાં આવે છે. આ સાથે જ તેમને વિવિધ લાભ પણ આપવામાં આવે છે.

Join Our Whatsapp Group

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News