અંબાલાલની આગાહી, આ મહિનામાં ગુજરાતમાં થશે અતિવૃષ્ટિ, જાણો ક્યાં કેટલો પડશે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી

પ્રખ્યાત જ્યોતિષ શાસ્ત્રી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એક વાર આગાહી સામે આવી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. જેને પગલે ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાઈ શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે ૧૭ જુલાઈ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના સૌરાસ્ટ્ર અને દક્ષિણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઑગસ્ટ મહિનામાં ગુજરાતના મોટાભાગનાં ડેમ, નદી-નાળાં છલકાઈ જશે. ગુજરાતનો સૌથી મોટો ડેમ એવો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પણ છલકાઈ જાય તેવી શક્યતા છે. અંબાલાલની આગાહી પ્રમાણે મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાંક ભાગો, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને પંચમહાલમાં સારો વરસાદ વરસી શકે છે. તદ્‍ઉપરાંત વડોદરા અને સાવલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આજથી એટલે કે ૧૮ જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૧૮ જુલાઈએ હળવો વરસાદ અને તારીખ ૧૯ થી ૨૧ તારીખે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારીખ ૨૩ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

કયાં કયાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની ભીતીને પગલે દરિયો પણ તોફાની બની શકે છે.

આગામી ૭ દિવસ આખાં ગુજરાતમાં રહેશે વરસાદ

હવામાન વિભાગે આગામી ૭ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ,  અમરેલી, જુનાગઢ અને ભાવનગરમાં આગામી ૭ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે તારીખ ૨૦ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. તારીખ ૨૩ જુલાઈથી વરસાદ ગુજરાતનો સમગ્ર વિસ્તાર આવરી લેશે અને આગામી ૭ દિવસ સુધી તે ગુજરાતમાં મનમૂકીને વરસશે.          

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News