AnyRoR@Anywhere Portal:- હવે ૭/૧૨, ૮-અના ઉતારાની નકલ ઘરે બેઠાં મેળવો- Get 7/12, 8-A Records easily

ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા AnyRoR@Anywhere Portal શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ખેડૂતોને ઘણી સુવિધા આપનારું સાબિત થયું છે. આ પોર્ટલ દ્વારા હવે કોઈ પણ વ્યક્તિ જમીનને લગતા જરૂરી રેકોર્ડ્સ અને ૭/૧૨, ૮-અ જેવા ઉતારાઓ ખૂબ જ સરળતાથી ઘરે બેઠાં મેળવી શકે છે. આવો જોઈએ કે આ પોર્ટલ તમને કઈ રીતે મદદ કરે છે અને તમે કઈ રીતે ઘરે બેઠાં અગત્યના સરકારી કામ કરી શકો છો.

AnyRoR@Anywhere Portal

આ પોર્ટલ ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ તેના નામની જેમ એનીવેર કાર્ય કરે છે. તમે ગુજરાતના કોઈ પણ સ્થળેથી જરૂર પડ્યે આ પોર્ટલની મદદથી તમારી જમીનને લગતાં રેકોર્ડ્સ, સર્વેના નમૂના અને ૭/૧૨, ૮-અના નમૂના વગર વિલંબે કાઢી શકો છો. આ માટે તમારે હવે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આ કામ તમે કોઈ પણ સ્થળેથી કરી શકો છો. પોર્ટલની લિંક તમને લેખની નીચે આપવામાં આવી છે. આ

ઘરે બેઠાં ૭/૧૨ અને ૮-અના ઉતાર કેવી રીતે કાઢશો?

  • ઘરે બેઠાં ૭/૧૨, ૮-અના ઉતારા કાઢવા માટે તમારે ગુજરાત સરકારના AnyRoR@Anywhere Portal ની મુલાકાત લેવી પડશે. આ કામ તમે તમારા મોબાઇલ દ્વારા પણ કરી શકશો. આ પોર્ટલ પર જશો એટલે એક ટેબ ખુલશે.
  • અહીં તમારે ‘જુઓ જમીન રેકોર્ડ’ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાંની સાથે તમને એક ટેબ જોવા મળશે. અહીં VF6, VF7, VF8A, 135D વગેરે લિંક જોવા મળશે.
  • જો તમારે ૭/૧૨ના ઉતારાની નકલ જોઈતી હોય તો VF7 પર ક્લિક કરો.
  • જો તમારે ૮-અના ઉતારાની નકલ જોઈતી હોય તો VF8A પર ક્લિક કરો.
  • તમે જે ઉતારો પસંદ કરશો તેની વિન્ડો ઓપન થઈ જશે.
  • અહીં તમારી પાસે કેટલીક વિગતો માંગવામાં આવશે, જેમ કે, તમારું નામ, એડ્રેસ, ગામ, તાલુકો, જિલ્લો, જમીન સર્વે નંબર વગેરે. આ બધી વિગતો દાખલ કરો.
  • માંગેલી બધી વિગતો દાખલ કરવાથી તમે ખૂબ સરળતાથી તમારો ૭/૧૨, ૮-અના ઉતારાની નકલ મેળવી શકશો.

AnyRoR@Anywhere Portal પર મિલકતની વિગત કેવી રીતે જોશો?

  • તમે AnyRoR@Anywhere Portal પર ૭/૧૨, ૮-અના ઉતારા જેમ જ ઘરે બેઠાં ખૂબ જ સરળતાથી તમારી મિલકતની વિગત જોઈ શકો છો.
  • આ માટે તમારે સૌપ્રથમ AnyRoR@Anywhere Portal પર જવાનું રહેશે.
  • તમે જેવા પોર્ટલ પર જશો કે તરત જ જમીન રેકોર્ડ વાળા ટેબની બાજુમાં તમને ‘મિલકતની વિગત જુઓ’ લખેલું જોવા મળશે. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં જ તમારી સામે એક વિન્ડો ખૂલશે.
  • આ વિન્ડોમાં તમારી પાસે ત્રણ ઑપ્શન આવશે. પ્રોપર્ટી વાઇઝ, નામ વાઇઝ અને ડોક્યુમેન્ટ યર વાઇઝ.
  • તમે જે પ્રકારે તમારી મિલકતની વિગત જોવા માંગતા હોવ તે સિલેક્ટ કરીને આગળ વધી શકો છો.
  • ત્યારબાદ તમારે તમારું ગામ, રજિસ્ટ્રાર ઑફિસ, ઇન્ડેક્ષ નંબર, મોબાઇલ નંબર વગેરે વિગતો ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર એક વેરિફિકેશન કોડ આવશે. એ કોડ દાખલ કરતાં જ તમારી સામે તમારી મિલકતની વિગતો આવી જશે.

AnyRoR@Anywhere Portal – ૭/૧૨, ૮-અ ઓનલાઇન આપતાં પોર્ટલના ફાયદા

  • AnyRoR@Anywhere Portalનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમારે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા જમીનને લગતા કામ ઘરે બેઠાં કે કોઈ પણ જગ્યાએથી તમારા મોબાઇલ પર કરી શકો છો.
  • આ પોર્ટલ પર ગ્રામ્ય અને શહેરી બધી જ જમીન અને મિલકતોની માહિતીઓ મળશે.
  • સરકારી કચેરી સુધીના ધક્કા ખાવાના નથી એટલે તમારો સમય અને આવન-જાવનનો ખર્ચ ઘટે છે.
  • ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય છે.
  • ૭/૧૨, ૮-અ જેવા છાસવારે જરૂર પડતાં નમૂનાઓ એક ક્લિકમાં ઉપલબ્ધ થઈ જાય છે.
  • તમારી જમીન અને મિલકતની સાચી અને ઓથેન્ટિક માહિતી મળશે.
  • જમીનના લેન્ડ રેકોર્ડ અને સર્વે નમૂના જેવી માહિતી પળવારમાં મળી જાય છે.

I-ORA Gujarat પોર્ટલ

આ પોર્ટલ પણ જમીનને લગતી ઘણી સેવાઓ આપે છે, જેમ કે વીમાનું પ્રીમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગી, પ્રમાણિત ઔદ્યોગિક હેતુનું પ્રમાણપત્ર, જમીન ખરીદવાની પરવાનગી, હક્કપત્ર સંબિધિત પરવાનગી, સિટી સર્વે સંબંધિત સેવાઓ, સબ-રજિસ્ટ્રાર કચેરી સંબંધિત સેવાઓ, જમીન માપણી સંબંધિત સેવાઓ, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, જમીનને લગતા દસ્તાવેજો તથા ૭/૧૨, ૮-અ સંબંધિત સેવાઓ પણ આપે છે.

I-ORA Gujarat પોર્ટલ પર જવા માટે:- અહીં ક્લિક કરો

AnyRoR@Anywhere Portal :-  અહીં ક્લિક કરો

૭/૧૨, ૮-અના ઉતારા માટે :- અહીં ક્લિક કરો

મિલકતની વિગતો જોવા:- અહીં ક્લિક કરો

ગ્રામ્ય જમીનનો રેકોર્ડ જોવા:- અહીં ક્લિક કરો

શહેરી જમીનનો રેકોર્ડ જોવા:- અહીં ક્લિક કરો

લોકોને મૂંઝવતાં પ્રશ્નો- FAQ

૭/૧૨, ૮-અ ઉતારા શું છે?

૭/૧૨, ૮-અ ઉતારા એ કાયદાકીય દસ્તાવેજ છે જે જમીનની માલિકી સ્પષ્ટ કરે છે. આ નમૂનાઓમાં જમીનના માલિકનું નામ અને તેની વિગત હોય છે જે જમીનની માલિકી સાબિત કરે છે.

૭/૧૨, ૮-અ ઉતારાની શું જરૂર છે?

૭/૧૨, ૮-અ ઉતારા એ લીગલ દસ્તાવેજ છે. જ્યારે જમીન માલિકને જમીન સંબંધિત કોઈ જાહેર સેવા કે રાજ્યની યોજનાનો લાભ લેવો હોય અથવા લોન સંબંધિત અરજી કરવી હોય તો ૭/૧૨ ના ઉતારાની સાથે ૮-અનું ફોર્મ જોડવું ફરજિયાત છે. એટલે બંને સામાન્ય રીતે જોડે જ બોલાય છે.

૮-અનું ફોર્મ શું હોય છે?

૮-અનું ફોર્મ એ ૭/૧૨ના ઉતારા સાથે જોડાય છે. આ ફોર્મ જમીન સંબંધિત કોઈ પણ વહેવાર જેવો કે લોન લેવી અથવા જમીનની ખરીદ-વેચાણ કરવી, વગેરે સમયે કાયદાકીય અધિકારી દ્વારા વેરીફાઈ કરવા માટે માંગવામાં આવે છે. આ ફોર્મમાં જમીન સંબંધિત માહિતી હોય છે.

આ પણ વાંચો

આવી રસપ્રદ માહિતીઓ માટે અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાઓ:- WhatsApp Group

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ માટે ભરતી

NIOH Recruitment 2023: અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

GMRC Recruitment 2023 – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભરતી, પગાર 1,20,000 રૂપિયા

ગુજરાતી સાહિત્યનો આનંદ માણવા માટે:- અહીં ક્લિક કરો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News