આ બધી પોસ્ટ પર બૅન્કો આપી રહી છે વગર પરીક્ષાએ નોકરીની તક, આજે જ અરજી કરો (Banking Jobs without Exams)

ભારતમાં બૅન્કોમાં નોકરી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી પડે છે. આપણા દેશમાં બૅન્કની નોકરી માટે IBPS (Institute of Banking Personnel Selection) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ બધી પરીક્ષાઓ એટલી કઠિન હોય છે કે કેટલાંય યુવાનોનું બૅન્કમાં નોકરી કરવાનું સપનું સપનું જ રહી જાય છે. પણ શું તમે જાણો છો, કે કેટલીક એવી પણ જોબ કેટેગરી હોય છે, કેટલીક પોસ્ટ એવી પણ હોય છે કે જેમાં ઉમેદવારોએ કોઈ જ પ્રકારની પરીક્ષા આપવી નથી પડતી (Banking Jobs without Exams). જાણો સંપૂર્ણ વિગત.

કઈ કઈ પોસ્ટ માટે બૅન્કો સીધી ભરતી કરે છે?

IBPS બૅન્કોમાં કર્મચારીઓની ઘટને પૂરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા વિવિધ વર્ગના કર્મચારીઓની ભરતી કરે છે. પણ કેટલાંક સંજોગોમાં બૅન્કો પોતે પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે IBPS સિવાય પોતાની જાતે માત્ર ઇન્ટર્વ્યુ બેઝ પર પોતાના કર્મચારીઓની નિમણુક કરતી હોય છે. આ બધાં લોકો બૅન્કના સ્પેશિયલ ઑફિસર તરીકે ઓળખાય છે. ક્યારેક આવા સ્પેશિયલ ઑફિસરોને લાખોનો પગાર આપવામાં આવે છે. SBI Bank પોતે પણ આવા ઑફિસરોની ભરતી માટે લેટરલ હાઇરીંગ પ્રોગ્રામ ચલાવે છે. આ રીતે અન્ય બૅન્કો પણ પોતાની મરજી પ્રમાણે હાઇરીંગ પ્રોગ્રામ ચલાવીને વિવિધ વિભાગોમાં વગર પરીક્ષાએ સીધી ભરતી કરતી હોય છે.

બૅન્કો દ્વારા કરવામાં આવતી વિવિધ વિભાગોમાં વગર પરીક્ષાએ થતી સીધી ભરતી

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant)
  • ડેટા એનાલિસ્ટ ( Data Analyst)
  • સ્ટેસ્ટિશિયન (Statistician)
  • રિસ્ક રેટર (Risk Raters)
  • અર્થશાસ્ત્રી (Economists)
  • વકીલ (Lawyers)
  • એન્જિનિયર (Engineers)
  • મેડિકલ ઑફિસર (Medical Officers)
  • અન્ય (Other as per required)

આ બધા વિભાગોમાં વગર પરીક્ષાએ થતી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

ઉપર જણાવ્યા પ્રમાણે અલગ અલગ વિભાગોમાં જ્યારે પણ બૅન્કને જરૂર જણાય ત્યારે IBPSને વચ્ચે લાવ્યા વગર પોતાની મેળે તાત્કાલિક ધોરણે સીધી ભરતી કરે છે. આ બધાં વિભાગોમાં ઉમેદવારોએ કોઈ પણ જાતની પરીક્ષા આપવાની હોતી નથી. જો તમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો છો તો પણ તમે આ રીતે બૅન્કોમાં કાયમી નોકરી માટે અરજી કરી શકો છો.

બૅન્કો પોતાની રીતે જરૂર પ્રમાણે જે-તે વિભાગ માટે પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર જે-તે પોસ્ટ માટે જાહેરાતો મૂકતી હોય છે. ત્યારબાદ અરજી કરી હોય તેવા ઉમેદવારને વ્યક્તિગત કે ઑનલાઇન ઇન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવે છે. આ ઇન્ટર્વ્યુમાં જ ઉમેદવારની લાયકાતની ચકાસણી કરવામાં આવે છે અને તેના જે-તે વિષયના જ્ઞાનના આધારે તેની પસંદગી કરવામાં આવે છે. આ રીતે ઉમેદવારો વગર પરીક્ષાએ બૅન્કની નોકરીમાં જોડાઈ શકે છે.

વગર પરીક્ષાએ બૅન્કમાં નોકરી મેળવવા માટે બીજા પણ રસ્તા છે (Other way to get jobs in Banks without Exams)

જો તમારે બૅન્કમાં સારા પગારમાં નોકરી કરવી હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની ઝંઝટમાં ન પડવું હોય તો તમે પ્રાઇવેટ બૅન્કમાં નોકરી માટે પણ અરજી કરી શકો છો. આજકાલ ICICI Bank, HDFC Bank, Axis Bank વગેરે જેવી પ્રાઇવેટ બૅન્કો સમય સમય પર પોતાના કર્મચારીઓની ભરતી કરતી હોય છે અને એ પણ વગર પરીક્ષાએ. આ માટે આ બધી બૅન્કો દ્વારા પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર ભરતી માટેની જાહેરાત મૂકવામાં આવે છે. આ જાહેરાતમાં પોતાની શૈક્ષણિક લાયકાતને અનુસાર તમે બૅન્કની નોકરી માટે અરજી કરી શકો છો.  

ICICI Bankમાં મોટેભાગે કઈ પોસ્ટ માટે નોકરીની જાહેરાતો બહાર પડે છે (Jobs in ICICI Bank without Exam)

ICICI Bank સમયે સમયે સેલ્સ, બૅન્કિંગ અને રીલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે મોટી સંખ્યામાં જાહેરાતો બહાર પાડે છે. આ બધી પોસ્ટ માટે વગર પરીક્ષાએ ભરતી કરવામાં આવે છે અને પસંદગી પામેલા ઉમેદવારોને ઊંચો પગાર આપવામાં આવે છે.

HDFC Bankનો ફ્યુચર બૅન્કર પ્રોગ્રામ (HDFC Bank Future Banker Program)

HDFC Bank પોતાને ત્યાં ફ્યુચર બૅન્કર પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામ અંતર્ગત HDFC Bank દ્વારા નવા ગ્રેજ્યુએટ યુવાનોને બૅન્કિંગ સેવાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેનિંગમાં પાસ થયેલાં ઉમેદવારોને HDFC Bankમાં કાયમી નોકરીની તક મળે છે.

બૅન્કોમાં વગર પરીક્ષાએ નોકરી માટે અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું? (Pay Attention on this before apply in any Bank without Exam)

જો તમે વગર પરીક્ષાએ બૅન્કોમાં સારા એવા પગારમાં નોકરી કરવા માંગતા હોવ તો તેના માટેની અરજી જે-તે બૅન્કની ઑફિશિયલ વેબસાઇટ દ્વારા જ કરવી જોઈએ. તમારી પાસે નોકરીને લગતા જે પણ સમાચાર આવે તેને બૅન્કની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને પોતે ચકાસી લેવા કે તે સાચા છે કે નહીં. ત્યારબાદ જે તે બૅન્કની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને જ અરજી કરવી.

કેટલાંક કિસ્સાઓમાં કેટલાંક ઠગ લોકો નકલી જાહેરાતો બહાર પાડીને નોકરી વાંચ્છું ઉમેદવારોને લૂંટતા હોય છે. એટલે આવી ભ્રામક જાહેરાતોથી બચીને રહેવું અને કોઈ પણ જાહેરાતના સમાચાર મળે એટલે તરત જ બૅન્કની ઑફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરવો.

SBI Bankની ઑફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો:- Click Here

ICICI Bankની ઑફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો:- Click Here

HDFC Bankની ઑફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો:- Click Here

આવી અવનવી માહિતીઓની અપડેટ્સ માટે અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાઓ:- Join Whatsapp Group

આ પણ વાંચો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આજકાલ નાની ઉંમરમાં હાર્ટ ઍટેક આવવાના કિસ્સા કેમ વધી રહ્યાં છે?

GSRTC દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરની 7404 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી

ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News