આ રીતે રોકાણ કરશો તો 15 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે. જાણો આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીક (Investment Trick)  વિશે

Investment Trick:- આપણે આપણા રૂપિયા ક્યાંય ને ક્યાંય રોકાણ કરવા માટે મથતાં હોઈએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ પાછળનો આપણો મુખ્ય હેતુ એ હોય છે કે આપણાં રોકેલાં રૂપિયાનું સારામાં સારું રીટર્ન આપણને મળે. રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની બે રીતો છે. એક હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ અને બીજી લૉ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ.

ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (Investment Scheme)

શું હોય છે હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (High Risk Investment Scheme)

હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે કે જેમાં રોકેલાં રૂપિયાનું સારામાં સારું રીટર્ન તો મળે જ છે પણ સાથે સાથે તમે રોકેલાં રૂપિયાના ડૂબવાના ચાન્સ પણ વધારે જોવા મળે છે. જેમ કે, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે…

લૉ રિસ્ક રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (Low Risk Investment Scheme)

લૉ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટમાં તમે રોકેલાં રૂપિયાનું તમને ગેરંટેડ રીટર્ન મળે જ છે. એ ક્યારેક વધુ કે ઓછું હોય શકે પણ એમાં તમારા રૂપિયાના ડૂબવાના ચાન્સ ખૂબ જ ઓછાં હોય છે.

આજે આપણે એક એવી સ્કીમ વિશે વાત કરીશું જેમાં તમે રોકેલાં રૂપિયાનું તમને ઝીરો રિસ્કમાં ગેરેંટેડ રીટર્ન મળશે. જો તમે એને અમારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રીક વાપરીને રોકશો તો આવનારા ૧૫ વર્ષમાં તમારી મૂડી ડબલ થઈ જશે એ નક્કી છે. આ સ્કીમ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF).

શું હોય છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ સરકારે સામાન્ય જનતાને રોકાણની તકો પૂરી પાડવા અને એક સલામત અને સીક્યોર રોકાણની તક આપવા માટે બનાવ્યું છે. અહીં દેશનો કોઈ પણ નાગરિક રોકાણ કરી શકે છે અને પોતાનું ભવિષ્ય સલામત અને સુરક્ષિત બનાવી શકે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ના મુખ્ય ફાયદા

 • આ ભારત સરકારની જવાબદારી બને છે એટલે તમને ઝીરો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટની તક પૂરી પાડે છે. આ ખાતામાં તમારા રૂપિયા ૧૦૦% સલામત અને સુરક્ષિત રહેશે.
 • હાલ તમને તમારા રોકાણ પર ૭.૧% જેટલો વાર્ષિક વ્યાજદર મળે છે. જે ચક્રવૃદ્ધિ વ્યાજની સવલત આપે છે.
 • સરકાર સમયે સમયે આ વ્યાજદરોમાં વધારો કરતી રહે છે.
 • પાકતી મુદતે એક મોટી મૂડી હાથમાં આવે છે. જેનાથી તમે તમારો મોટો ખર્ચો કાઢી શકો છો, અથવા આ જ મુડીને ફરીથી રોકી શકો છો.
 • ૧.૫ લાખ સુધીના વાર્ષિક રોકાણ પર ઇન્કમટેક્સ માફી મળી જાય છે.
 • જે લોકો ટેક્સ બચાવવા માંગતા હોય તેઓ પણ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે.

કેવી રીતે પૈસા ડબલ થશે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં? – Get investment Trick to double your money

 • PPF એ હાલની તારીખે દરેક નાગરિકને ૭.૧% જેટલો વાર્ષિક વ્યાજદર આપે છે. અહીં મહત્ત્વની વાત એ છે કે આ વ્યાજદરે તમારી રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે વધે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે તમને મળેલું વ્યાજ આવતા વર્ષ માટે તમારી મૂડી તરીકે ગણાશે અને તમને વ્યાજનું પણ વ્યાજ મળશે.
 • PPFમાં રોકાણનો કુલ સમયગાળો ૧૫ વર્ષનો હોય છે.
 • હવે ધારો કે તમે દર પ્રથમ વર્ષે ફક્ત ૫૦,૦૦૦/- રૂપિયાનું રોકાણ કરો છો. તો વર્ષના અંતે તમને ૩,૫૫૦/- રૂપિયાનું વ્યાજ મળશે. એટલે કે બીજા વર્ષ માટે તમારી મૂડી ૫૩,૫૫૦/- રૂપિયા ગણાશે.
 • આ જ રીતે દસમા વર્ષે તમારા ૫,૦૦,૦૦૦/- રૂપિયાની સામે તમારા PPF ખાતામાં ૭,૪૩,૩૭૫/- રૂપિયા જમા થશે. એટલે કે તમારું કુલ વ્યાજ રૂપિયા ૨,૪૩,૩૭૫/- રૂપિયા થશે.
 • આ જ રીતે અગિયારમા વર્ષે તમારા PPF ખાતામાં કુલ જમા રાશિ ૮,૪૯,૭૦૫/- રૂપિયા થશે. એટલે કે તમને ૫૦,૦૦૦/- રૂપિયાની સામે અગિયારમાં વર્ષે ૫૬,૩૨૯/- રૂપિયાનું વ્યાજ મળેશે. એની સામે તમે હજું ફક્ત દર વર્ષે ૫૦,૦૦૦/- રૂપિયાનું જ રોકાણ કરો છો.
 • એ જ રીતે જો તમે આ રોકાણ હજુ પણ ચાલુ જ રાખો છો તો ૧૫મા વર્ષે તમને ૧૩,૫૬,૦૭૦/- રૂપિયા મળશે, એટલે કે તમને ૧૫મા વર્ષે ૮૯,૯૦૦/- (અંદાજે ૯૦ હજાર) રૂપિયાનું વ્યાજ મળશે.
 • આ પંદર વર્ષોમાં દર વર્ષે ૫૦,૦૦૦/- રૂપિયા લેખે તમારું ઇન્વેસ્ટમેન્ટ ફક્ત ૭,૫૦,૦૦૦/- થાય છે, જ્યારે એની સામે પંદર વર્ષ પછી તમારા PPF ખાતામાં તમને ૧૩,૫૬,૦૯૦/- રૂપિયા જોવા મળે છે. જે ડબલની ખૂબ જ નજીક છે.
 • હવે જો તમે દર વર્ષે તમારા રોકાણમાં ફક્ત ૧૦%નો વધારો કરીને રૂપિયા રોકો છો, એટલે કે પ્રથમ વર્ષે ૫૦,૦૦૦/- રૂપિયા, બીજા વર્ષે ૫૫,૦૦૦/- રૂપિયા, ત્રીજા વર્ષે ૬૦,૫૦૦/- રૂપિયા….એમ આગળ વધતા ૧૩મા વર્ષે તમે ૧,૫૦,૦૦૦/- રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં થઈ જશો.
 • આમ, પંદર વર્ષ પછી તમે દર વર્ષે વધતાં જતાં તમારું કુલ ઇન્વેસ્ટમેન્ટ ૨૩,૦૬,૦૪૩/- રૂપિયાનું થઈ જશે. એની સામે તમને તમારા PPF ખાતામાં ૨૪,૬૯,૭૭૨/- રૂપિયા જમા થશે. એટલે કે ૧૫મા વર્ષે તમે ૧,૬૩,૭૨૯/- રૂપિયાનું વ્યાજ કમાશો.
 • આ રીતે તમે ઉત્તરોત્તર ઇન્વેસ્ટમેન્ટ કરતાં કરતાં વધુમાં વધુ રીટર્ન મેળવી શકો છો. જે એકદમ સુરક્ષિત અને સલામત રહેશે.

સમજો ટેબલની મદદથી આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીક

YearInvestment Total InvestmentInterest EarnedBalance
150,000/-50,000/-3,550/-53,550/-
250,000/-1,03,550/-7,352/-1,10,902/-
1050,000/-6,94,093/-49,280/-7,43,374/-
1150,000/-7,93,374/-56,329/-8,49,704/-
1550,000/-12,66,172/-89,898/-13,56,069/-

કેવી રીતે ખોલાવશો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતુ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતુ ખોલાવવા માટે તમારે તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઑફિસ, સરકારી બૅન્ક કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ની ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો. ફક્ત એક સાદું ફોર્મ ભરીને તમે આ ખાતાનો લાભ લઈને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ની ઓફિશિયલ વેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો:- Click Here

આવી જ અવનવી માહિતીઓની અપડેટ મેળવવા અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાઓ:- Join Whatsapp Group

આ પણ વાંચો

આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી

આ રીતે પૈસાનું મેનેજમેન્ટ કરો, ક્યારેય દુઃખી નહીં થવું પડે

આજકાલ નાની ઉંમરમાં હાર્ટ ઍટેક આવવાના કિસ્સા કેમ વધી રહ્યાં છે?

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News