EMRS bharti 2023 – એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ માટે ભરતી

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં તાજેતરમાં 4062 જેટલી જગ્યાઓ માટે સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. EMRS bharti 2023ની સત્તાવાર જાહેરાત EMRSની વેબસાઇટ પર જોઈ શકાય છે. આ ભરતીમાં ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોઈ પણ યુવાનો અરજી કરી શકે છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલાં યુવાનોને આ ભરતીના સમાચાર ઝડપથી મોકલો.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS bharti 2023

ભરતી કરનાર સંસ્થા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ
પોસ્ટ વિવિધ
કુલ જગ્યાઓ ૪૦૬૨
નોકરીનું સ્થળ ગુજરાતમાં ગમે ત્યાં
અરજી પ્રક્રિયા ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૩
સંસ્થાની વેબસાઇટhttps://emrs.tribal.gov.in/

EMRS bharti 2023 દ્વારા બહાર પાડવામાં આવેલી કુલ જગ્યાઓની વિગત

પોસ્ટ જગ્યાઓ
પ્રિન્સિપાલ ૩૦૩
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ૨૨૬૬
એકાઉન્ટન્ટ ૩૬૧
જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ૭૫૯
લેબ આસિસ્ટન્ટ ૩૭૩
કુલ જગ્યાઓ ૪૦૬૨

EMRS bharti 2023નું પગારધોરણ

પોસ્ટ પગાર
પ્રિન્સિપાલ ૭૮,૦૦૦/- રૂપિયા થી ૨,૦૯,૨૦૦/- રૂપિયા
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ૪૭,૬૦૦/- રૂપિયા થી ૧,૫૧,૧૦૦/- રૂપિયા
એકાઉન્ટન્ટ ૩૪,૪૦૦/- રૂપિયા થી ૧,૧૨,૪૦૦/- રૂપિયા
જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ૧૯,૯૦૦/- રૂપિયા થી ૬૩,૨૦૦/- રૂપિયા
લેબ આસિસ્ટન્ટ ૧૮,૦૦૦/- રૂપિયા થી ૫૬,૯૦૦/- રૂપિયા

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS bharti 2023 માટેની શૈક્ષણિક લાયકાત   

EMRS bharti 2023માં ૪૦૬૨ જેટલી જગ્યાઓ અને વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે દરેક પોસ્ટને અનુરૂપ શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. તે દરેક ઉમેદવારે સંસ્થાની વેબસાઇટ પરથી ભરતીની જાહેરાત ડાઉનલોડ કરીને જોઈ લેવી. સંસ્થાની વેબસાઇટની લિંક નીચે આપવામાં આવી છે.

કેટલી ફી ભરવાની થશે?

EMRS bharti 2023માં અરજી કરવા માટે દરેક ઉમેદવારે ઓનલાઇન ફી ભરવાની રહેશે. જેમાં પ્રિન્સિપાલની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ૨૦૦૦/- રૂપિયા, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની પોસ્ટ માટે ૧૫૦૦/- રૂપિયા અને બાકીની પોસ્ટ માટે ૧૦૦૦/- રૂપિયા જેટલી ફી ભરવાની રહેશે.

EMRS bharti 2023માં લાયક ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવેલી EMRS bharti 2023માં અરજી કરી હોય તેવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે લેવામાં આવશે. તથા પ્રિન્સિપાલ જેવી પોસ્ટ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત મૌખિક ઇન્ટવ્યુ પણ આપવાનું રહેશે.

પસંદગી પ્રક્રિયાના તબક્કામાં પાસ થયેલાં ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે તથા પોતાની તબીબી ચકાસણી પણ કરાવવાની રહેશે. પસંદગી પ્રક્રિયાના બધા તબક્કામાંથી પસાર થયેલાં ઉમેદવારોને EMRS bharti 2023માં લાયક ગણી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં સરકારી નોકરી માટે નિમણૂક આપવામાં આવશે.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ- EMRS bharti 2023માં અરજી કરવાની રીત

EMRS bharti 2023માં અરજી કરવા માટે દરેક ઉમેદવારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં જઈને ભરતીની જાહેરાત ડાઉનલોડ કરીને ચેક કરી લેવું કે પોતે જે-તે પોસ્ટ માટે લાયક છે કે નહીં. ત્યારબાદ ભરતી ઓપ્શનમાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશનથી તમને આઇડી અને પાસવર્ડ મળશે. જેની મદદથી તમે લોગઇન થઈને આગળની અરજી કરી શકશો.

EMRS bharti 2023માં લોગઇન થઈને માંગેલી બધી વિગતો ભરીને પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તથા પોસ્ટ માટેની ફી ઓનલાઇન ભરો. ફી ભરીને ફોર્મ સબમિટ કરવાથી તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ જશે. ભરતીને લઈને વધારાની અપડેટ્સ માટે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેતાં રહો અથવા અમારી સાથે જોડાયેલાં રહો.

અરજી કરવા માટેની લિંક:- Apply Now

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની વેબસાઇટ:- Click Here

આ પણ વાંચો:- NIOH Recruitment 2023: અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

GMRC Recruitment 2023 – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભરતી, પગાર 1,20,000 રૂપિયા

નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPFના વ્યાજદરમાં કર્યો વધારો, હવે કર્મચારીઓને મળશે વર્ષે 8.15% વ્યાજ

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News