Forest Guard bharti 2023 ફોરેસ્ટ ગાર્ડ-વનરક્ષક વર્ગ-3ના ઉમેદવારો માટે અગત્યની સુચના

ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ ગાર્ડ-વનરક્ષક વર્ગ-3ની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ થઈ ગઈ છે. સરકાર દ્વારા હવે ટૂંક સમયમાં Forest Guard bharti Van Rakshak Class-3 ની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. જાહેરાત ક્રમાંક FOREST/202223/1 માં ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે અને તેના માટેના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

કેટલાંક ઉમેદવારો ફક્ત ફોર્મ ભરવા ખાતર ભરે છે અને પરીક્ષા આપતાં નથી, જેને કારણે મોટા પ્રમાણમાં સરકારી સંસાધનોનો બગાડ થાય છે. આ બધી સમસ્યા ન થાય તે માટે સરકાર દ્વારા ઉમેદવારો પાસેથી સંમતિ ફોર્મ મંગાવવામાં આવશે. જે ઉમેદવારો ખરેખર Forest Guard bharti ની પરીક્ષા આપીને ફોરેસ્ટ ગાર્ડ-વનરક્ષક વર્ગ-3ની નોકરી મેળવવા માંગતા હોય તેઓએ સંમતિપત્ર અચૂક આપવું પડશે. સંમતિપત્ર નહીં આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા નહીં મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક વર્ગ-૩ના ઉમેદવારો માટે જરૂરી સુચના (Notification for Forest Guard bharti 2023)

જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વન રક્ષક વર્ગ-3ની સીધી ભરતી માટે નોંધાયેલાં ઉમેદવારોની ભરતી પરીક્ષા ટૂંક સમયમાં યોજવામાં આવશે. વનરક્ષક વર્ગ-૩ની ભરતી પરીક્ષા જિલ્લા આધારિત છે. ઉમેદવારે જે તે જિલ્લા માટે અરજી કરી હશે, તે જ જિલ્લા માટે પરીક્ષા આપી શકશે. જે ઉમેદવારે એક કરતાં વધુ જિલ્લા માટે અરજી કરી હશે તેણે છેલ્લે અરજી કરેલાં જિલ્લાનું સંમતિપત્ર આપવું પડશે.

સંમતિપત્ર ભરવા માટેની સુચના

જાહેરાત ક્રમાંક FOREST/202223/1 Forest Guard bharti 2023 માટે નોંધાયેલાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું ફરજિયાત છે. આ માટેનું ફોર્મ તારીખ ૨૪/૦૭/૨૦૨૩ થી ૦૭/૦૮/૨૦૨૩ સુધી ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઉપલબધ રહેશે. દરેક ઉમેદવારે ઓજસ વેબસાઇટના HOME PAGE પર  Other Application Menuમાં જઈને  Consent For Exam પર ક્લિક કરીને આ સંમતિપત્ર ભરવાનું રહેશે.

સંમતિપત્ર તારીખ ૨૪/૦૭/૨૦૨૩ના સવારે ૧૧:૦૦ વાગ્યાથી તારીખ ૦૭/૦૮/૨૦૨૩ના સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે. ત્યારબાદ કોઈ પણ ઉમેદવાર સંમતિફોર્મ ભરી શક્શે નહીં. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

જે ઉમેદવારો સંમતિફોર્મ ભરશે તેમને સંમતિફોર્મ ભરતી વખતે એક કોડ જનરેટ થશે. આ કોડ Forest Guard bharti ની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરતી વખતે કોડ સબમિટ બોક્સમાં નાખવો પડશે. આથી સંમતિફોર્મ ભર્યા પછી ઉમેદવારે તે સંમતિપત્રકની રસીદની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખી મૂકવાની રહેશે. સંમતિપત્રકના કોડ વિના કોલલેટર ડાઉનલોડ થશે નહીં તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

સંમતિપત્રક ન ભરો તો શું થશે?

જે ઉમેદવારો નિયત સમયમાં સંમતિપત્રક ભરીને સબમિટ નહીં કરાવે તે ઉમેદવારોની Forest Guard bharti   અરજી આપોઆપ રદ થઈ જશે. તે ઉમેદવારોને પરીક્ષા આપવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે અથવા તેઓ પરીક્ષા આપવા માંગતા નથી એમ સમજવામાં આવશે.

 કેટલીક અગત્યની સુચનાઓ

  • સંમતિપત્રક ભરવાની મુદત પૂર્ણ થઈ ગયા પછી જો કોઈ ઉમેદવાર સંમતિફોર્મ ભરવા માટે અરજી કરશે તો તેવી કોઈપણ અરજી આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
  • જો કોઈ એક જ ઉમેદવારે એક કરતાં વધુ અરજી માટે અલગ અલગ કન્ફર્મેશન નંબર પરથી અલગ અલગ સંમતિફોર્મ ભરશે તો તે ઉમેદવારને ગુજરાત સરકારની સરકારી નોકરી માટેની બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.
  • Forest Guard bharti vanrakshak class-3 સંમતિ ફોર્મ ફક્ત Ojasની વેબસાઇટ પરથી જ ભરી શકાશે. અન્ય કોઈ પણ માધ્યમથી આવેલા સંમતિફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

Ojas Website :- Click Here

Notification Download :- Forest Guard Bharti Important Notification

આ પણ વાંચો:- GPSC દ્વારા 221 જેટલી જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News