GMRC Recruitment 2023 – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભરતી, પગાર 1,20,000 રૂપિયા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એન્જિનીયરીંગ ડીગ્રીનો અભ્યાસ કરેલા યુવાનો GMRC Recruitment 2023 ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવાની થતી નથી. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝ હશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં કામ કરીને અનુભવ મેળવવા માંગતા યુવાનો આ ભરતી માટે અરજી કરી શકે છે. પસંદગી પામેલા યુવાનોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવશે. એન્જિનીયરીંગ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલાં તમારી આસપાસના યુવાનો સુધી આ જાહેરાતના સમાચાર પહોંચાડો.

GMRC Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટનું નામ વિવિધ મેનેજિંગ પોસ્ટ
કુલ જગ્યાઓ૦૭
અરજી કરવાની છેલ્લી તારીખ ૦૧/૦૮/૨૦૨૩
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઇટwww.gujaratmetrorail.com

GMRC Recruitment 2023 ભરતીની કુલ જગ્યાઓ

પોસ્ટકુલ જગ્યાઓ
ચીફ જનરલ મેનેજર (સિવિલ)૦૧
એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન)૦૧
ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)૦૧
ડેપ્યુટી જનરલ મેનેજર (E&M)૦૧
મેનેજર (Signaling)૦૧
આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન્સ)૦૨

GMRC Recruitment 2023 ભરતીમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત

GMRC Recruitment 2023ની ભરતીમાં દરેક ઉમેદવારને શૈક્ષણિક લાયકાતની સાથે પોતાના કાર્યક્ષેત્રમાં ૨ થી ૩ વર્ષનો અનુભવ જરૂરી હોવો જોઈએ.

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
ચીફ જનરલ મેનેજર (સિવિલ)BE/B.Tech in Civil Engineering
એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન)BE/B.Tech in Civil Engineering
ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)BE/B.Tech in Electrical/Electronics/PE/Instrumentation Engineering
ડેપ્યુટી જનરલ મેનેજર (E&M)BE/B.Tech in Electrical/Electronics/PE/Instrumentation Engineering
મેનેજર (Signaling)BE/B.Tech in Electrical/Electronics/Communications/Applied Electronics Engineering
આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન્સ)BE/B.Tech in Electrical/Mechanical Engineering

GMRC Recruitment 2023માં પસંદગી પામેલાં ઉમેદવારોને અપાતો પગાર

પોસ્ટપગારધોરણ
ચીફ જનરલ મેનેજર (સિવિલ)1,20,000/- Rs. to 2,80,000 Rs.
એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન)1,00,000/- Rs. to 2,60,000 Rs.
ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)70,000/- Rs. to 2,00,000 Rs.
ડેપ્યુટી જનરલ મેનેજર (E&M)70,000/- Rs. to 2,00,000 Rs.
મેનેજર (Signaling)60,000/- Rs. to 1,80,000 Rs.
આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન્સ)50,000/- Rs. to 1,60,000 Rs.

GMRC Recruitment 2023ની ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી GMRC Recruitment 2023માં ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થતી નથી. ઉમેદવારોની પસંદગી ઇન્ટર્વ્યુના આધારે થશે.

GMRC Recruitment 2023 અરજી કરવાની રીત

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી GMRC Recruitment 2023  ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઇટ પર જઈને અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે. અરજીની સાથે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતના ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ઉમેદવારનો વિસ્તૃત રીઝ્યુમ
  • આધાર કાર્ડ
  • અભ્યાસના બધાં જ વર્ષોની માર્કશીટ
  • ડીગ્રી સર્ટિફિકેટ
  • અનુભવની વિગત
  • દરેક ડોક્યુમેન્ટ લાઇનસર અરજી સાથે બિડવા

ઉમેદવારે અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ઉપરોક્ટ ડોક્યુમેન્ટ સુચિબદ્ધ ગોઠવીને ઇન્ટર્વ્યુ માટે આવવાનું રહેશે.

GMRC Recruitment 2023 ઇન્ટર્વ્યુ માટે અરજી કરવા માટે:- Apply Now

GMRC Official Website:- Click Here

આ પણ વાંચો

GPSC દ્વારા 221 જેટલી જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત

ફોરેસ્ટ ગાર્ડ-વનરક્ષક વર્ગ-3ના ઉમેદવારો માટે અગત્યની સુચના

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News