જાણો સરકારે શા માટે મૂક્યો લેપટોપ, ટેબલેટ અને PCની આયાત પર પ્રતિબંધ- Why Government banned on import of laptop, tablet and PC

ભારત સરકારે તાત્કાલિક ધોરણે એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું અને વિદેશથી આયાત થતી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ જેવી કે પર્સનલ કોમ્પ્યુટર (PC), લેપટોપ, ટેબલેટ અને સર્વર પર એકાએક પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમાચાર સાંભળતાં જ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરની મોટી મોટી કંપનીઓ જેવી કે ડેલ, એપલ, સેમસંગ વગેરે પર ચિંતાનાં વાદળો છવાયા હતાં. આ પ્રતિબંધ ૧ નવેમ્બર, ૨૦૨૩થી અમલમાં આવશે…

જાણો શા માટે સરકારે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો (Why Government Ban Electronics Product from foreign countries)

ભારત સરકારના વિદેશ વેપાર મહાનિર્દેશક દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત સરકારે તાત્કાલિક ધોરણેથી વિદેશથી આયાત થતી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ જેવી કે પર્સનલ કોમ્પ્યુટર(PC), લેપટોપ, ટેબલેટ અને સર્વર વગેરે પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ પ્રતિબંધ મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મૂકવામાં આવ્યો છે.

દિવસે ને દિવસે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની માંગમાં અસાધારણ વધારો થઈ રહ્યો છે. એપ્રિલથી જુન દરમિયાન ભારતમાં ઇલેક્ટોનિક્સ પ્રોડક્ટ્સની આયાત ૧૯.૭ અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ આયાત ગયા વર્ષની તુલનાએ ૬.૨૫ ટકા વધારે છે. સરકારના આંકડાઓની વાત કરીએ તો ફક્ત લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટર(PC) જેવી વસ્તુઓની આયાત દેશની કુલ આયાતના ૧.૫ ટકા છે.

ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની કુલ આયાતની અડધી આયાત ચીનમાંથી થાય છે. આમ, ભારતનું મોટાભાગનું વિદેશી હુંડિયામણ વિદેશમાં વહ્યું જાય છે. સરકાર આ પ્રતિબંધ દ્વારા મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માંગે છે. મેક ઇન ઇન્ડિયાને કારણે કંપનીઓએ હવે આ બધી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની ભારતમાં જ તૈયાર કરવી પડશે અને ભારતમાં જ પોતાના ઉત્પાદન યુનિટ સ્થાપવા પડશે.

વિદેશી કંપનીઓ પર શું અસર થશે? (Impact on foreign Companies)

સેમસંગ, એપલ, ડેલ વગેરે જેવી કંપનીઓ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ખૂબ મોટું બજાર છે. આ કંપનીઓને ભારતમાં પ્રોડક્ટ્સની નિકાસ કરવા માટે કપરું ચઢાણ ચઢવું પડે તેવી હાલત થઈ ગઈ છે. જો આ કંપનીઓની પ્રોડક્ટ્સ ભારતમાં વેચાતી બંધ થઈ જાય તો આ કંપનીઓને ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે.

શું હવે ભારતમાં એપલ, ડેલ કે સેમસંગની પ્રોડક્ટ્સ નહીં મળે?

સરકારે વિદેશથી આયાત થતા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની વસ્તુઓ પર પ્રતિબંધ તો મૂક્યો છે, પણ જો આ વિદેશી કંપનીઓને ભારતમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરવી જ હોય તો તેમને એક વિશેષ લાયસન્સ લેવું પડશે. આ લાયસન્સિંગની પ્રક્રિયા ઘણી કપરી હશે અને આ લાયસન્સ મળ્યાં પછી પણ આ કંપનીઓને પ્રતિ ખેપ માત્ર એક જ ઉત્પાદનનાં નિકાસની છૂટ આપવામાં આવશે. આના કારણે હવે વિદેશી કંપનીઓને ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે જે-તે પ્રોડક્ટ્સનું ભારતમાં જ ઉત્પાદન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

હાલના ધોરણે વિદેશી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની કિંમતો પર શી અસર થશે?

હાલ સરકારે વિદેશી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, એટલે ટૂંક સમયમાં વિદેશી કંપનીઓના લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની તીવ્ર અછત સર્જાઈ શકે છે. જેને કારણે આ બધી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની કિંમતોમાં અસાધારણ વધારો થઈ શકે છે. હવે ટૂંક સમયમાં ભારતમાં ફેસ્ટિવલ સીઝન શરૂ થશે ત્યારે આવી વસ્તુઓની માંગમાં વધારો થશે પણ તેની અછતને કારણે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ખૂબ મોંઘી થઈ શકે છે.

લાંબા સમયે વિદેશી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર મૂકેલા પ્રતિબંધની શી અસર થશે?

હાલ તો આ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની કિંમતો આસમાને પહોંચી શકે છે, પણ આ પ્રતિબંધને કારણે ટૂંક સમયમાં આ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ભારતમાં શરૂ થઈ શકે છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં ઉત્પાદન શરૂ થવાથી અને આ બધી વસ્તુઓના ભાવ ફરી પાછા ઘટી જશે.

સરકાર વિદેશી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના પ્રતિબંધથી ડેટા ચોરીને રોકવા માંગે છે

સરકાર વિદેશી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના પ્રતિબંધને આધારે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માંગે જ છે, પણ સાથે સાથે તે ડેટા ચોરી સંબંધી પણ ચિંતિત છે. સરકારના ગુપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર ચીનથી આયાત થતી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની મદદથી ભારતીયોના ડેટા ચોરી કરી રહ્યું છે. સરકાર ડેટા ચોરી અંગે ચિંતિત છે અને તે આ સાઇબર ક્રાઇમને રોકવા માંગે છે. ઉલ્લેખનીય છે કે હાલ વિદેશથી આયાત થતી કુલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં 50% પ્રોડક્ટ્સ ચીનથી આયાત થાય છે. આ પ્રતિબંધથી ચીનને ખૂબ મોટો ફટકો પડશે.

ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઉત્પાદનને પ્રોત્સાહન

સરકાર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના હાર્ડવેર નિર્માણને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારત સરકારે આઇટી હાર્ડવેરના નિર્માણમાં મોટાપાયે રોકાણ મેળવવા કંપનીઓ બે અબજ ડોલરની પ્રોત્સાહન યોજનાની અરજીની તારીખ પાછી ઠેલી છે. આ યોજના વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ પુરવઠા શૃંખલામાં પાવરહાઉસ બનાવાની ભારતની મહત્ત્વાકાંક્ષાઓ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના થકી ભારતે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૬ સુધીમાં ૩૦૦ અબજ ડોલરના વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

આવી અવનવી માહિતીઓની અપડેટ્સ માટે અમારા વ્હોટ્સએપ ગૃપને જોઈન કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા અને તેની સામેના પડકારો

આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી

જાણો 15મી ઑગસ્ટથી શરૂ થઈ રહેલું ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન વિશે

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News