GPSC bharti 2023- GPSC દ્વારા 388 જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ભરતી જાહેર

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા વર્ગ-૧ & ૨ અને વર્ગ-૩ની મળીને કુલ 388 જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનો માટે આ ખૂબ મોટી ખુશીના સમાચાર છે. ઉપરોક્ત ભરતી માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત તારીખ ૨૪ ઑગસ્ટ, ૨૦૨૩થી શરૂ થશે. તેથી તમારી આસપાસ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવક/યુવતીઓને આ ભરતીના સમાચાર તુરંત જ મોકલો.

GPSC bharti 2023

ભરતી કરનાર સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટ૨૨
કુલ જગ્યાઓ૩૮૮
નોકરીનું સ્થળગુજરાતમાં ગમે ત્યાં
અરજી પ્રક્રિયાઑનલાઇન
અરજી કરવાની તારીખ૨૪/૦૮/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ ૦૮/૦૯/૨૦૨૩
અરજી કરવા માટેની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in
સંસ્થાની ઑફિશિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in

GPSC દ્વારા બહાર પડેલી ભરતીમાં પોસ્ટ અને તેને અનુરૂપ જગ્યાઓની વિગત

પોસ્ટકુલ જગ્યાઓ
ફિઝિસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ-૨03
સાયન્ટિફિક ઑફિસર (બાયોલોજી જૂથ). વર્ગ-૨06
આસીસ્ટન્ટ ડાયરેક્ટર/ રીજીયોનલ ફાયર ઑફિસર, વર્ગ-૧02
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨01
અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩10
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩44
સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩02
કુલ જગ્યાઓ388

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં સ્નાતક કે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલી કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. ફક્ત ટેક્નિકલ પોસ્ટ જેવી કે મિકેનિકલ અને સિવિલ એન્જિનીયરની જગ્યાઓ તથા લઘુ ભૂસ્તરશાસ્ત્રી અને સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ માટે ઉમેદવારે જે તે વિષયમાં ડીગ્રી મેળવેલી હોવી જોઈએ. તારીખ ૨૪ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ આ સરકારી નોકરીની ભરતીઓ માટે ઉમેદવારો વિસ્તૃત જાહેરાત અને તેને લગતી અન્ય જરૂરી વિગતો જાણી શકશે.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં ઉમેદવારોની પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટર્વ્યુ બેઝ પર થશે. અહીં નોંધવા જેવી વાત એ છે કે વર્ગ-૩ ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોને ઇન્ટર્વ્યુ આપવાનું થતું નથી. ફક્ત GPSC વર્ગ ૧ અને ૨ ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ ઇન્ટર્વ્યુ આપવાનું રહેશે. આ પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કાની રહેશે.

 • પ્રથમ તબક્કો:- પીલિમ પરીક્ષા ( દરેક પોસ્ટ માટે ફરજિયાત)
 • બીજો તબક્કો:- મુખ્ય પરીક્ષા- વર્ણાત્મક ( દરેક પોસ્ટ માટે ફરજિયાત)
 • ત્રીજો તબક્કો:- ઇન્ટર્વ્યુ (ફક્ત વર્ગ ૧ અને ૨ માટે)  

GPSCની આ ભરતીમાં ઉમેદવારોએ કેટલી ફી ભરવાની રહેશે

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ ૧૦૦ રૂપિયા ફી જમા કરવાની રહેશે. ફી નહીં ભરનાર ઉમેદવારની અરજી રદ થવાને પાત્ર હશે. અન્ય કેટેગરીના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

યાદ રાખવા જેટલી અગત્યની તારીખો

અરજી કરવાની શરૂઆત:- ૨૪/૦૮/૨૦૨૩

અરજી કરવાની અંતિમ તારીખ:- ૦૮/૦૯/૨૦૨૩

પ્રીલિમ પરીક્ષાની અંદાજીત તારીખ:- ૦૩/૧૨/૨૦૨૩

GPSC ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

 • આધાર કાર્ડ
 • કોમ્પ્યુટર સર્ટિફિકેટ અથવા ધોરણ ૧૦ કે ૧૨માં કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે.
 • શૈક્ષણિક લાયકાત પ્રમાણે અભ્યાસની માર્કશીટ
 • ડિગ્રી સર્ટિફિકેટ
 • અનામત કક્ષાના ઉમેદવારે જાતિનો દાખલો અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ આપવું
 • જો અનુભવ ધરાવતાં હોવ તો તેનું સર્ટિફિકેટ
 • જો કોઈ સરકારી શાખામાં ફરજ બજાવતા હોવ તો NOC સર્ટિફિકેટ
 • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો
 • સહીનો નમુનો
 • અન્ય

GPSCની આ ભરતીમાં અરજી કેવી રીતે કરશો

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ તારીખ ૨૪/૦૮/૨૦૨૩ના રોજથી ઓજસની વેબસાઇટ કે GPSCની ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરીને અરજી ફોર્મ ભરી શકાશે. અરજી ફોર્મ્માં માંગેલી બધી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવું અને ત્યારબાદ અરજી ફી ભરવાથી તમારી ઉમેદવારી નક્કી થઈ જશે. ભરતીને લગતી અન્ય અપડેટ્સ માટે GPSCની ઑફિશિયલ વેબસાઇટની મુલાકાત લેતાં રહેવું.

GPSCની ઑફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો:- Click Here

ઓજસની વેબસાઇટ પર જઈને અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- Apply Now

અવનવી માહિતીઓની અપડેટ્સ મેળવતાં રહેવા માટે અમારા વ્હોટ્સગૃપને જોઈન કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટી ભરતીની જાહેરાત, વડોદરામાં સરકારી નોકરીની તક

GSRTC દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરની 7404 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી

આ બધી પોસ્ટ પર બૅન્કો આપી રહી છે વગર પરીક્ષાએ નોકરીની તક, આજે જ અરજી કરો

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News