GPSC Coaching Sahay 2023:- GPSCની તૈયારી કરતાં યુવક-યુવતીઓને સરકાર આપશે ૨૦,૦૦૦/- રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે

GPSC Coaching Sahay 2023:- આજકાલ અનેક યુવક-યુવતીઓ સરકારી નોકળી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં હોય છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ જ કઠીન હોય છે અને દિવસે ને દિવસે તેમાં સ્પર્ધા વધતી જોવા મળે છે. ખાસ કરીને GPSC જેવી ભારે ભરખમ પરીક્ષાની તૈયારી કરવા માટે યુવાનોને અમદાવાદ કે ગાંધીનગર આવીને કોઈ સારા કોચિંગ જોઈન કરવા પડે છે. આ કોચિંગની ફી પણ ખૂબ વધારે હોય છે. એક તરફ ભણવાનો ખર્ચો અને બીજી તરફ અમદાવાદ કે ગાંધીનગર જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચો. આ બંને ખર્ચાઓ યુવાનોને પરીક્ષા કરતાં પણ વધુ પજવતાં હોય છે.

જાણો GPSC Coaching Sahay 2023 યોજના વિશે

યુવાનો નિશ્ચિંત થઈને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સરકાર એક સહાય યોજના લઈને આવી છે. આ યોજના એટલે GPSC Coaching Sahay 2023. આ યોજના મુખ્યરૂપે અનુસૂચિત જનજાતિના યુવાનો માટે શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાના આર્થિક બોજને વિશે ચિંતિત થયા વગર મોકળામને GPSC ક્લાસ ૧&૨ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોતાના અંતરિયાળ વિસ્તારોમાં જ GPSC ક્લાસ ૧&૨ માટે અમદાવાદ ગાંધીનગર જેવું કોચિંગ મળી રહે તે માટે ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવલ એજન્સી દ્વારા કાર્યરત કોચિંગ સેન્ટરોમાં આદિજાતિના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે.

GPSC Coaching Sahay 2023

યોજનાનું નામ GPSC ક્લાસ ૧&૨ સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના
રાજ્ય ગુજરાત
અમલીકરણ વિભાગ આદિજાતિ વિકાસ વિભાગ
કેટલી સહાય મળશે ૨૦,૦૦૦/- પ્રતિ વિદ્યાર્થી
કોને સહાય મળશે આદિજાતિ વિદ્યાર્થીને
સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ dsagsahay.gujarat.gov.in
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ ૧૭/૦૭/૨૦૨૩
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૮/૨૦૨૩

વિદ્યાર્થીઓને કેવી રીતે કોચિંગ આપવામાં આવશે 

ડી-સેગ દ્વારા એમ્પેનલ કરવામાં એજન્સી દ્વારા કાર્યરત કોચિંગ સેન્ટરોમાં આદિજાતિના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાંઆવશે. આ કોચિંગમાં અનુભવી તથા વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા ઓડિયો-વિડીયો વિઝ્યુઅલ સીસ્ટમ, વિસ્તારપૂર્વક સમજ, મટીરિયલ્સ, માસિક પરીક્ષા તથા મોક ટેસ્ટ વગેરેનું આયોજન કરીને કોચિંગ પૂરૂ પાડવામાં આવશે. આ કોચિંગ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પણ આપવામાં આવશે.

GPSC Coaching Sahay 2023માં કોચિંગનો સમયગાળો

GPSC Coaching Sahay 2023માં કોચિંગનો સમયગાળો ૪થી ૬ માસનો રાખવામાં આવ્યો છે. એક અઠવાડિયાના પાંચ દિવસ અને પ્રતિ દિન ઓછામાં ઓછું ત્રણ કલાકનું કોચિંગ આપવામાં આવશે. આ કોચિંગ ક્લાસમાં ૮૦% બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવામાં આવી છે. કેટલાંક સંજોગોમાં કુદરતી આપત્તિ વગેરે જેવા જોખમોમાં ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

GPSC Coaching Sahay 2023માં કેટલી કોચિંગ સહાય મળવાપાત્ર છે

ડી-સેગ દ્વારા એમ્પેનલ કરવામાં આવેલા કોચિંગ સેન્ટરોમાં GPSC ક્લાસ ૧&૨ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનોને વિદ્યાર્થી દીઠ ફક્ત એક વખત ૨૦,૦૦૦/- રૂપિયા અથવા કોચિંગ ફી, બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર હશે. આ કોચિંગ ફીની રકમ જે-તે વિદ્યાર્થીના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશીયરી ટ્રાન્સફર (ડી.બી.ટી) દ્વારા જમા કરાવવામાં આવશે.

આ કોચિંગ સેન્ટરોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીની લાયકાત

  • વિદ્યાર્થી આદિજાતિનો હોવો જોઈએ અને જે-તે પરીક્ષા માટે ન્યુનતમ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી જે જિલ્લાના કોચિંગ સેન્ટરમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તે જિલ્લાના પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓના સ્નાતક કક્ષાના ગુણના મેરીટના આધારે જે-તે વિદ્યાર્થીની પસંદગી થશે.
  • પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીએ GPSC ક્લાસ ૧&૨ની અથવા સ્પિપા પ્રવેશ પરીક્ષા માટેનું ફોર્મ ભરેલું હોવું જોઈએ.
  • જો અરજી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે તો ડી-સેગ કચેરીના આયોજન પ્રમાણે ઉપલબ્ધ ગ્રાંટની મર્યાદા અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને છુટાછવાયા વિસ્તાર માટે વિદ્યાર્થીઓના લક્ષ્યાંક પ્રવર્તમાન વસતી ગણતરીના આધારે જગ્યાઓ ફાળવવામાં આવશે.

આવક મર્યાદા

વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૫ લાખ કે તેથી ઓછી હશે તો જ જે-તે વિદ્યાર્થી GPSC Coaching Sahay 2023 માટે લાયક ગણાશે.

GPSC Coaching Sahay 2023 સહાય દ્વારા કેટલો લાભ મળશે?

 GPSC Coaching Sahay 2023 સહાય યોજનામાં GPSC ક્લાસ ૧&૨ની સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોને ડી-સેગ દ્વારા અદ્યતન કોચિંગ આપવામાં આવશે. આ કોચિંગ GPSCની પરીક્ષાના અનુભવી અને વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા આપવામાં આવશે. આદિજાતિના વિદ્યાર્થીઓને આ કોચિંગ માટે સરકાર દ્વારા ૨૦,૦૦૦/- રૂપિયા અથવા કોચિંગની ફી, બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે.

GPSC ક્લાસ ૧&૨ની આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધાર કાર્ડની પીડીએફ
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • શૈક્ષણિક અભ્યાસની માહિતી
  • શૈક્ષણિક અભ્યાસને લગતી બધી માર્કશીટ
  • બેંકની પાસબુકની પીડીએફ

કોચિંગ પૂર્ણ કર્યા બાદ GPSC Coaching Sahay 2023માં ટ્યુશન ફી સહાય માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • વિદ્યાર્થીએ ડી-સેગ દ્વારા એમ્પેનલ થયેલ એજન્સીમાં કોચિંગ માટે પ્રવેશ મેળવેલો છે તેનું પ્રમાણપત્ર
  • કોચિંગમાં વિદ્યાર્થીએ ભરેલી ફીની પહોંચ
  • કોચિંગમાં ૮૦% બાયોમેટ્રીક હાજરીનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થી આદિજાતિનો છે, તેનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતું પ્રમાણપત્ર

GPSC Coaching Sahay 2023માં અરજી કેવી રીતે કરશો

  • વિદ્યાર્થીએ સૌપ્રથમ ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ્‌)ના ઓનલાઇન પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • અરજીમાં માંગવામાં આવેલી બધી વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારી અરજી ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તેવો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવી જશે.
  • આ યોજના સરકાર માન્ય ૧૪ આદિજાતિ જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે જ છે. તેના સિવાય અન્ય જિલ્લામાંથી આવેલી અરજીઓ નામંજુર કરવામાં આવશે, જેની દરેક અરજદારે નોંધ લેવી.

GPSC Coaching Sahay 2023માં કરવા માટે અહીં ક્લિક કરો:- Register Here

અગત્યની અપડેટ્સ તુરંત જ મેળવવા માટે અમારા વ્હોટ્સ ગૃપમાં જોડાઓ:- Join Whatsapp Group

આ પણ વાંચો:-

GPSC દ્વારા 221 જેટલી જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત

હવે ૭/૧૨, ૮-અના ઉતારાની નકલ ઘરે બેઠાં મેળવો

NIOH Recruitment 2023: અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

ગુજરાતી સાહિત્ય, વાર્તાઓ અને કવિતાઓની મોજ માણવા માટે અહીં ક્લિક કરો:- વિચારોનું વિશ્લેષણ

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News