GSRTC Recruitment 2023- GSRTC દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરની 7404 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી

GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા GSRTC Recruitment 2023 અંતર્ગત ડ્રાઇવર અને કંડક્ટરની મળીને 7404 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ધોરણ ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત પર બહાર પાડેલી આ ઘણી મોટી ભરતી છે. ઘણાં લાંબા સમયથી સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ સુવર્ણ અવસર છે. તમારી આસપાસ નોકરીની શોધમાં ફરતાં હોય તેવા યુવાનોને આ સમાચાર ઝડપથી મોકલો.

GSRTC Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
પોસ્ટ ડ્રાઇવર અને કંડક્ટર
નોકરીનું સ્થળ ગુજરાતમાં ગમે ત્યાં
અરજી કરવાની શરૂઆત ૦૭/૦૮/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ૦૬/૦૯/૨૦૨૩
અરજી ફી સ્વીકારવાની છેલ્લી તારીખ ૦૮/૦૯/૨૦૨૩
અરજી કરવામાટેની વેબસાઇટ ojas.gujarat.gov.in
સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ gsrtc.in

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બહાર પડેલી ભરતીમાં પોસ્ટની વિગત

  • ડ્રાઇવર :- ૪૦૬૨
  • કંડક્ટર :- ૩૩૪૨
  • કુલ જગયાઓ :- ૭૪૦૪

GSRTC Recruitment 2023માં બહાર પડેલી વિવિધ પોસ્ટની શૈક્ષણિક લાયકાત

  • ડ્રાઇવર :- GSRTCની ડ્રાઇવરની ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ. ઉપરાંત તેની પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા પ્રમાણિત પબ્લિક વ્હિકલ ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ. હેવી વ્હિકલ લાયસન્સ ઓછામાં ઓછું ૪ વર્ષ જૂનું હોવું જોઈએ.
  • કંડક્ટર :- GSRTCની કંડક્ટરની ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ. ઉપરાંત તેની પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા પ્રમાણિત કંડક્ટરનું લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ. તદ્‍ઉપરાંત તેની પાસે વેલિડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જોઈએ.

વય મર્યાદા

  • ડ્રાઇવર :- ૨૫ થી ૩૪ વર્ષની ઉંમર ધરાવતી કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  • કંડક્ટર :- ૧૮ થી ૩૪ વર્ષની ઉંમર ધરાવતી કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  • અનામત કક્ષાના અને વિકલાંગ ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

GSRTC Recruitment 2023માં ડ્રાઇવર અને કંડક્ટરને કેટલું પગારધોરણ મળશે

GSRTC Recruitment 2023માં GSRTCમાં નોકરી મેળવનાર ડ્રાઇવર અને કંડક્ટરને ૧૮,૫૦૦/- રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ સુધી મળશે. ત્યારબાદ તેમને રેગ્યુલર પગારધોરણ આપવામાં આવશે.

GSRTCમાં નોકરી પ્રાપ્ત કરવા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

GSRTC Recruitment 2023માં ડ્રાઇવરની પસંદગી પ્રક્રિયા  

GSRTCમાં ડ્રાઇવરની પોસ્ટમાં પસંદગી મેળવવા માટે ઉમેદવારોએ બે તબક્કાની પરીક્ષા આપવાની રહેશે.

  • પ્રથમ તબક્કામાં ઉમેદવારોએ ૧૦૦ ગુણની ઓ.એમ.આર. પરીક્ષા આપવાની રહેશે.
  • બીજા તબક્કામાં ઉમેદવારોએ ૫૦ ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.
  • ઓ.એમ.આર. પરીક્ષાનું વેઇટેજ ૪૦% અને ડ્રાઇવિંગ ટેસ્ટનું વેઇટેજ ૬૦% રહેશે. જેના આધારે મેરીટ બનશે.
  • આખરી મેરીટના આધારે ઉમેદવારોની GSRTCમાં ડ્રાઇવરની પોસ્ટ માટે પસંદગી થશે.

GSRTC Recruitment 2023માં કંડક્ટરની પસંદગી પ્રક્રિયા  

  • GSRTCમાં કંડક્ટરની પોસ્ટમાં પસંદગી મેળવવા માટે ઉમેદવારોએ ફક્ત એક જ પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા ૧૦૦ ગુણની ઓ.એમ.આર આધારીત લેખિત પરીક્ષા હશે. આ પરીક્ષાના આધારે ઉમેદવારોનું મેરીટ બનશે. આ મેરીટના આધારે ઉમેદવારોની GSRTCમાં કંડક્ટરની પોસ્ટ માટે પસંદગી થશે.

GSRTCમાં ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • શૈક્ષણિક લાયકાતને લગતી બધી માર્કશીટો
  • જાતિનો દાખલો
  • કંડક્ટરનો બેઝ અને લાયસન્સ
  • કંડક્ટર માટે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ
  • ડ્રાઇવર માટે હેવી વ્હિકલ લાયસન્સ
  • અન્ય

GSRTC Recruitment 2023માં અરજી કેવી રીતે કરશો?

GSRTC Recruitment 2023 દ્વારા બહાર પડેલી ડ્રાઇવર અને કંડક્ટરની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલી લિંક અથવા ojas.gujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. ઉમેદવારો આ અરજી તારીખ ૦૭/૦૮/૨૦૨૩ થી ૦૬/૦૯/૨૦૨૩ સુધી કરી શકશે.  

અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- Apply Now

GSRTCની ઓફિશિયલ વેબસાઇટ:- Click Here

આવી અવનવી માહિતીઓની અપડેટ્સ માટે અમારું વ્હોટ્સગૃપ જોઈન કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

જાણો સરકારે શા માટે મૂક્યો લેપટોપ, ટેબલેટ અને PCની આયાત પર પ્રતિબંધ

GPSCની તૈયારી કરતાં યુવક-યુવતીઓને સરકાર આપશે ૨૦,૦૦૦/- રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News