Gyan Sahayak bharti 2023- જ્ઞાન સહાયકની બમ્પર ભરતી જાહેર, પગાર 24,000/- પ્રતિ માસ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ્ઞાન સહાયક (Gyan Sahayak)ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે થવા જઈ રહી છે. લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહેલાં યુવાનો માટે આ સુવર્ણ અવસર સમાન છે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં પસંદગી પામેલા યુવાનોને ૧૧ માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. તમારી આસપાસ નોકરીની શોધમાં ફરતાં યુવાનોને આ ભરતીના સમાચાર ઝડપથી પહોંચાડો.

જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૩ (Gyan Sahayak bharti 2023)

ભરતી કરનાર સંસ્થાગુજરાત શાળા શિક્ષણ પરિષદ
પોસ્ટ જ્ઞાન સહાયક (માધ્યમિક)
કુલ જગ્યાઓ જરૂરિયાત પ્રમાણે જાહેર કરવામાં આવશે
નોકરીનું સ્થળ ગુજરાતમાં ગમે ત્યાં
અરજી કરવાની શરૂઆત ૨૬/૦૮/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ ૦૪/૦૯/૨૦૨૩
અરજી પ્રક્રિયાઑનલાઇન
સંસ્થાની ઑફિશિયલ વેબસાઇટ http://gyansahayak.ssgujarat.org

જ્ઞાન સહાયકની જગ્યાઓ માટેની લાયકાત

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયક (માધ્યમિક) (Gyan Sahayak) ની કુલ જગ્યાઓ અને તેને અનુરૂપ જરૂરી શૈક્ષણિક લાયકાત સંસ્થાની વેબસાઇટ પર વિગતવાર મૂકવામાં આવશે. ભરતીને લગતી જરૂરી માહિતીઓ સંસ્થાની ઑફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની લિંક નીચે આપેલી છે.

વય મર્યાદા

૪૦ વર્ષની ઉંમર સુધીની કોઈ પણ વ્યક્તિ જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યા માટે અરજી કરી શકે છે.

પગારધોરણ

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયકની જગ્યા માટે દરેક ઉમેદવારને રૂપિયા ૨૪,૦૦૦/- પ્રતિ માસ  ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે.

જ્ઞાન સહાયકની ભરતીમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે જરૂરી સૂચનાઓ (Important Notification for Gyan Sahayak Candidates)

  • શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (માધ્યમિક)’ ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
  • ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોએ ભરતીની સંપૂર્ણ વિગત વાંચીને સંસ્થાની ઑફિશિયલ વેબસાઇટ દ્વારા જ ઑનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઑનલાઇન સિવાયની અરજીઓ જેવી કે પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલેલી અરજીઓ રદ થવાને પાત્ર ગણાશે.
  • અરજી કરવાની સમય મર્યાદા વીતી ગયા પછી કોઈ પણ જાતની અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
  • ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની વિગતોની માર્ગદર્શિકા વાંચ્યા પછી જ અરજી કરવી.
  • ઉમેદવારોને સંસ્થા દ્વારા જ્યારે પણ પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે હાજર થવાનું રહેશે.
  • ઉમેદવારોએ પોતાની સાથે પોતાના બધાં જ પ્રમાણપત્રોની સાથે તેની એક-એક નકલ ઝેરોક્સ, એક ઓળખપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રાખવાનો રહેશે.
  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ જ્ઞાન સહાયક (Gyan Sahayak)ની ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોને ૧૧ માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.

ઉમેદવારોએ યાદ રાખવા જેવી અગત્યની તારીખો

અરજી કરવાની શરૂઆત ૨૬/૦૮/૨૦૨૩

અરજી કરવાની છેલ્લી તારીખ ૦૪/૦૯/૨૦૨૩

જ્ઞાન સહાયકની ભરતીમાં અરજી કરવાની રીત (How to apply for Gyan sahayak)

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ જ્ઞાન સહાયકની ભરતીમાં અરજી કરવા માટે દરેક ઉમેદવારે ગુજરાત શાળા શિક્ષણ પરીષદ – Gujarat School Education Council (GSEC)ની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને તારીખ ૨૬ ઑગસ્ટ, ૨૦૨૩થી તારીખ ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

જ્ઞાન સહાયક (Gyan Sahayak) ની ભરતીમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- Apply Now

આવી અવનવી માહિતીઓની જાણકારી માટે અમારા વ્હોટસએપ ગૃપમાં જોડાઓ:- Join Whatsapp Group

આ પણ વાંચો

GPSC દ્વારા 388 જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત

સ્વાગત ઓનલાઇન પોર્ટલ- તમારી બધી ફરિયાદોનું એકમાત્ર સરળ સોલ્યુશન

આજકાલ નાની ઉંમરમાં હાર્ટ ઍટેક આવવાના કિસ્સા કેમ વધી રહ્યાં છે

Postal Life Insurance Scheme- અહીં રોકાણ કરશો તો મેક્સિમમ રીટર્ન મળશે એની ગેરંટી

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News