હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેટલો રહેશે વરસાદ

Gujarat Weather Forecast:- અતિશય બાફ અને ઉકળાટ બાદ રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યાં છે, ત્યારે હજુ પણ બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઠેર ઠેર જળબંબાકારના દૃશ્યો સર્જાયા છે. કેટલાંય ગામો બેટમાં ફેરવાઈ ગયાં છે.

આજની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હજુ પણ ૨૩ જુલાઈ અને ૨૪ જુલાઈએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસવાની આગાહી છે. હજુ પણ આ વિસ્તારો વરસાદથી ઘણા પ્રભાવિત થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ખાસ કરીને જૂનાગઢ અને નવસારી અને અમદાવાદમાંમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગઈ કાલે આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

હવામાન વિભાગ દ્વારા કઈ કઈ જગ્યાઓ એલર્ટ પર

હવામાન વિભાગે આજે દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નવસારી અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરત, નવસારીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે તારીખ ૨૩ અને ૨૪ જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદનું કારણ શું છે અને હજુ કેટલો સમય રહેશે

હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલમાં જે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ પૂર્વ-પશ્ચિમ ટ્રોફ અને મોનસુન ટ્રોફ છે. તદ્‍ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેશરનું સર્જન થઈ ગયું છે. આ લો પ્રેશર દેશની અંદર પ્રવેશી ગયું છે. આ લો પ્રેશર ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે આ લો પ્રેશર ગુજરાતમાં પ્રવેશશે ત્યારે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.

જૂનાગઢમાં આભ ફાટ્યું

જૂનાગઢમાં ગઈ કાલે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. ગઈ કાલે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો પણ જૂનાગઢમાં વરસાદનું રોદ્ર રૂપ જોવા મળ્યું હતું. ગઈ કાલે જૂનાગઢ પર ટૂંક જ સમયમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બીજી તરફ ગીરનાર પર્વત પર પણ ૧૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે આખું જૂનાગઢ બેટમાં ફેરવાયું હતું.

જૂનાગઢ સિવાય ગઈ કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ ભારે વરસાદને પગલે નદી-નાળાં છલકાઈ ગયાં હતાં અને ડેમ ઓવરફ્લો થઈ ગયાં હતાં. તેની સાથે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન પણ થયું હતું. કેટલાંય પશુઓ અને અબોલજીવો વરસાદની ઝપેટમાં આવીને ધસમસતાં પ્રવાહમાં તણાઈ ગયાં હતાં.

અમદાવાદમાં આભ ફાટ્યું જળબંબાકારની સ્થિતિ

ગઈ કાલે અમદાવામાં આભ ફાટ્યું હતું. ત્રણ કલાકમાં ૭ થી આઠ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અમદાવાદના બોપલ વિસ્તારમાં ત્રણ કલાકમાં ૭ ઈંચ અને કોતરપુરમાં સવા ૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. એરપોર્ટ વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો હતો. એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરીને સીધા હોડીમાં બેસવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું હતું. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના ૧૨ દરવાજા ૩.૫ ફૂટ ખોલીને ૩૩,૬૬૦ ક્યૂસેક પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

અરવલ્લીમાં ભારે વરસાદ

ગઈ કાલે અરવલ્લીમાં ભારે વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા અને બાયડ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબા ગામમાં માત્ર દોઢ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સાઠંબા ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવો માહોલ સર્જાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘુસી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા

આ પણ વાંચો:- ચોમાસામાં ઉપદ્રવ મચાવતી લાલ કીડીઓને ભગાડવાના 10 દેશી ઉપાયો

ગુજરાતી સાહિત્યનો રસ માણવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News