IBPS દ્વારા 4545 જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત (IBPS Recruitment)

દેશના બેન્કિંગ ક્ષેત્રે રોજગારી પૂરી પાડતી સંસ્થા IBPS એટલે કે Institute of Banking Personnel Selection દ્વારા IBPS CRP Clerk XIIIની પોસ્ટ માટે બમ્પર ભરતી (IBPS Recruitment) બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંદાજે ૪૫૪૫ જેટલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખૂબ મોટી ભરતી કહી શકાય. વર્ષોથી સરકારી નોકરીની તૈયારી કરતાં અને ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં જ કામ કરવા ઈચ્છુક યુવાઓ માટે આ કાયમી સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ભરતીની જરૂરી વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ફી, વય મર્યાદા અને અરજી કેવી કરવી વગેરે માટે વાંચો આગળ.

IBPS Recruitment 2023

ભરતી સંસ્થાInstitute of Banking Personnel Selection
પોસ્ટનું નામCRP Clerk XIII
કુલ જગ્યાઓ૪૫૪૫
નોકરીનું સ્થળભારતમાં ગમે ત્યાં
અરજી કરવાની છેલ્લી તારીખ૨૧ જુલાઈ, ૨૦૨૩
અરજી કરવાની રીતઓનલાઈન

કુલ જગ્યાઓની વિગત (IBPS Recruitment No. of Post)

CRP Clerk XIII :- ૪૫૪૫    
 
જરૂરી શૈક્ષણિક લાયકાત (What is the Qualification For IBPS Clerk)

આ ભરતીની જાહેરાતમાં અરજી કરવા માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલ કોઈ પણ વ્યક્તિ CRP Clerk XIII ની પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ સાથે જ ઉમેદવારને કોમ્પ્યુટર વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. વધુ વિગત જાણવા માટે ઉમેદવાર ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકે છે.
 
વય મર્યાદા


·        CRP Clerk XIIIની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર તારીખ ૦૧/૦૭/૨૦૨૩ સુધીમાં ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૨૮ વર્ષની હોવી અનિવાર્ય છે.
·        અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.

 
પરીક્ષાની ફી (IBPS Recruitment Exam Fees)

·        General/OBC/EWS:- Rs.850/-
·        SC/ST/PH:- Rs.175/-
·        Payment mode should be done through online or Bank challan.

અગત્યની તારીખો (IBPS Recruitment Important Dates)

ઓનલાઇન અરજી પ્રક્રિયા૦૧/૦૭/૨૦૨૩ થી ૨૧/૦૭/૨૦૨૩
ફી ભરવાની પ્રક્રિયા૦૧/૦૭/૨૦૨૩ થી ૨૧/૦૭/૨૦૨૩
પ્રાથમિક પરીક્ષાની ટ્રેનીંગ તારીખઓગસ્ટ, ૨૦૨૩
પ્રાથમિક પરીક્ષાની તારીખઓગસ્ટ/સપ્ટેમ્બર, ૨૦૨૩
પ્રાથમિક પરીક્ષાનું પરીણામસપ્ટેમ્બર/ઓક્ટોબર, ૨૦૨૩
મુખ્ય પરીક્ષાની તારીખઓક્ટોબર,૨૦૨૩
નોકરી માટે નિમણુકની તારીખએપ્રિલ, ૨૦૨૪

ભરતી પ્રક્રિયાનો સમયગાળો (IBPS Recruitment)

Institute of Banking Personnel Selection બહાર પાડવામાં આવેલી CRP Clerk XIIIની પોસ્ટ માટે અરજી કરવા માટે ખૂબ ઓછો સમય ફાળવવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ ૦૧/૦૭/૨૦૨૩થી થઈ ચૂકી છે. જેની છેલ્લી તારીખ ૨૧/૦૭/૨૦૨૩ છે. એટલે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને તેમ વહેલી તકે અરજી કરી દેવી હિતાવહ છે.

અરજી કરવાની રીત (How To apply For the (IBPS Clerk)

Institute of Banking Personnel Selection બહાર પાડવામાં આવેલી CRP Clerk XIIIની પોસ્ટ માટે અરજી કરવા માટે દરેક ઉમેદવારે IBPSની ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરવાનો રહેશે. જો તમે આવી ઝંઝટમાં પડવા ન ઇચ્છતા હોવ તો અહીં આપેલી લિંક કર ક્લિક કરતાં જ તમે IBPSના અરજી ફોર્મ પર પહોંચી શકો છો.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો. Apply Online

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News