નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, સરકારે EPFના વ્યાજદરમાં કર્યો વધારો, હવે કર્મચારીઓને મળશે વર્ષે 8.15% વ્યાજ

પ્રાઇવેટ નોકરી કરતાં નોકરિયાત વર્ગના લોકો માટે ઘણી મોટી ખુશીના સમાચાર સામે આવ્યાં છે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ- EPFના વ્યાજદરોમાં 0.5%નો વધારો કર્યો છે. હવેથી કર્મચારીઓને પોતાના ઇપીએફ- EPF પર 8.15% જેટલું વ્યાજ મળશે. જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર

સરકારે કેમ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ- EPF વ્યાજદરમાં વધારો કર્યો?

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડની રેગ્યુલેટરી સંસ્થા- EPFO એટલો કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગાનાઇઝેશન છે. આ સંસ્થાએ માર્ચ, ૨૦૨૩માં સરકારને કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ-PFનાં વ્યાજદરોમાં વધારો કરવાની ભલામણ કરી હતી. આ ભલામણ દેશમાં વધતી મોંઘવારીને કારણે કરવામાં આવી હતી. દેશમાં ફુગાવો વધી રહ્યો છે, પણ કર્મચારીઓના પગારમાં જોઈએ એટલો વધારો નથી થઈ રહ્યો. કર્મચારીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડની રેગ્યુલેટરી સંસ્થા- EPFO દ્વારા કર્મચારીઓના પીએફ પર મળતાં વ્યાજદરોમાં 0.5%નો વધારો કર્યો છે. હવેથી પીએફ પર ૮.૧૫% લેખે વાર્ષિક વ્યાજ મળશે.

EPF વ્યાજદરમાં વધારો- કોને કેટલો ફાયદો?

EPF વ્યાજદરમાં વધારો થવાથી નોકરિયાત વર્ગના લોકોની બચતમાં વધારો જોવા મળશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ.

  • જો તમને પગાર સ્વરૂપે દર મહિને ૧૦,૦૦૦/- રૂપિયા મળે છે અને તમારી આજની ઉંમર ૩૦ વર્ષ છે તો 8.15%ના વ્યાજદરના હિસાબે તમારા ખાતામાં રીટાયરમેન્ટ સુધી 21,70,879/- રૂપિયા જમા થયા હશે.
  • જો તમારો આજનો માસિક પગાર 25000/- રૂપિયા છે અને તમારી આજની ઉંમર ૩૦ વર્ષ છે તો 8.15% વ્યાજદર પ્રમાણે તમારા ખાતામાં રીટાયમેન્ટ સુધી 54,27,890/- રૂપિયા જમા થઈ ગયાં હશે.
  • જો તમારો આજનો પગાર 40,000/- રૂપિયા છે અને તમારી આજની ઉંમર ૩૦ વર્ષ છે તો 8.15% વ્યાજદરના હિસાબે તમારા ખાતામાં રીટાયરમેન્ટ સુધી 86,83,515/- રૂપિયા જમા થઈ ગયાં હશે.
  • આ ગણતરી તમારા સ્થિર પગાર પર આધારિત છે. પણ વાસ્તવમાં આવું નથી હોતું. આજે તમારો પગાર જે હોય તે તમારા રિટાયરમેન્ટ સુધી નથી રહેતો. તેમાં દર વર્ષે વધારો જોવા મળે છે. એટલે જ્યારે તમે રીટાયર થશો ત્યારે તમારા ખાતામાં જમા રકમ અહીં દર્શાવેલી રકમ કરતાં ઘણી વધારે હશે.
  • સરકાર સમયે સમયે વ્યાજદરોમાં વધારો કરે તો તમારા ખાતામાં જમા રકમ વધતી જશે.

EPFની વહેંચણી કેવી રીતે થાય છે?

EPF એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાની જવાબદારી કર્મચારીની કંપની હોય છે. કંપની કર્મચારીના પગારમાંથી અમુક ટકા રકમ દર મહિને તેના PF ખાતામાં જમા કરાવે છે. આ રકમ પર સરકાર દર વર્ષે વ્યાજ આપે છે. આ વ્યાજ હવે 8.15% જેટલું મળશે.

EPF ખાતામાં કઈ રીતે રૂપિયા જમા થાય છે?

EPFOના કાયદા પ્રમાણે કર્મચારીના મૂળ પગાર અને DAના 12% PF ખાતામાં જમા થાય છે. કંપની કર્મચારીના મૂળભૂત પગાર ઉપરાંત DAના 12%નું યોગદાન આપે છે. આ યોગદાનમાંથી 3.67% PF ખાતામાં અને બાકીના કર્મચારીના પેન્શન ખાતામાં જમા થાય છે.

PF ખાતા કેટલાં પ્રકારના હોય છે?

PF ખાતા મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે.

  • જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)
  • એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)

જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) એ સરકારી કર્મચારીઓ માટે હોય છે. સરકારી કર્મ્ચારીઓની બચત આ ખાતામાં જમા થાય છે. આ ખાતામાંથી સરકારી કર્મચારીઓને રીટાયરમેન્ટ અને પેન્શનના લાભ મળે છે.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ ખાનગી કર્મચારીઓ માટે હોય છે. પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓ આ ખાતાનો લાભ લઈને પોતાનું રીટાયરમેન્ટ એટલે કે પાછલી જિંદગી સુરક્ષિત કરી શકે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ સામન્ય જનતા માટે હોય છે. જેઓ નોકરી નથી કરતાં. જો લોકો નાના-મોટા ધંધાદારી છે અથવા અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેઓ આ ખાતાનો લાભ લઈ શકે છે.

લોકોને મૂંઝવતાં પ્રશ્નો- FAQ

PF ખાતામાંથી ક્યારે અને કેટલા રૂપિયા ઉપાડી શકાય?

PF ખાતુ એ તમારા ભવિષ્યની સુરક્ષા માટે હોય છે. જે તમને તમારા રીટાયરમેન્ટ પછી ટેકો પૂરો પાડો છે. આ ખાતામાંથી કેટલાંક ખાસ સંજોગોમાં જેવા કે મેડિકલ ઇમરજન્સી અને લગ્ન જેવા પ્રસંગો પર રૂપિયા ઉપાડી શકાય છે. આ રૂપિયા તમારા ખાતામાં જમારાશીના 50%ની મર્યાદામાં ઉપાડી શકાય. તમે આ રીતે ફક્ત ત્રણ વખત રૂપિયા ઉપાડી શકો છો.

PFની પૂરેપૂરી રકમ ક્યારે મળે?

જ્યારે તમે કોઈ કંપની છોડી દીધી હોય અથવા તમે બે મહિનામાં કોઈ બીજી કંપનીમાં નોકરી શરૂ ન કરી હોય. એટલે કે તમે ઓછામાં ઓછાં બે મહિના સુધી બેરોજગાર રહો છો, તો તેવા સંજોગોમાં તમે તમારા PFની બધી રકમ ઉપાડી શકો છો.

PF ખાતાના શું ફાયદા હોય છે?

PF ખાતુ એ તમારા રીટાયરમેન્ટ પછીનું તમારું સાથી છે. તે તમને તમારી નિવૃત્ત જિંદગીમાં સન્માન અને આત્મનિર્ભર રીતે જીવવાની તક પૂરી પાડે છે. આજે તમે તમારા PF ખાતામાં જેટલાં રૂપિયા જમા કરાવો છો એ બધા વ્યાજ સાથે તમને તમારા રીટાયરમેન્ટ પછી મળે છે. જે તમને તમારી પાછલી જિંદગીમાં સન્માન સાથે જીવવાની તક પૂરી પાડે છે.

PF ખાતામાં વધુમાં વધુ કેટલા રૂપિયા જમા થઈ શકે?

PF ખાતામાં તમે કેટલા રૂપિયા જમા કરો છો એ તમારા પર નિર્ભર છે. જો તમારી વાર્ષિક જમારાશી ૫ લાખ રૂપિયા કરતાં વધી જાય છે તો તેના પર ટેક્સ ચૂકવવો પડે છે.

Official Website of EPFO:- Click Here

Check your EPFO Member Passbook:- Click Here

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવવા અહીં ક્લિક કરો:- WhatsApp Group

આ પણ વાંચો:-

આ રીતે પૈસાનું મેનેજમેન્ટ કરો, ક્યારેય દુઃખી નહીં થવું પડે

સરકારની એડવાઇઝરી, પૂરની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું વગેરે વિશે ધ્યાનમાં લેવા જેવી માહિતી

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News