India Post GDS Recruitment: ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

India Post GDS Recruitment ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને બ્રાન્ચ પોસ્ટ માસ્તરની ૩૦,૦૦૦થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીના ફોર્મ ભરાવવાની શરૂઆત ૩ ઑગસ્ટ, ૨૦૨૩થી થઈ ચૂકી છે. ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતીમાં મહત્ત્વની વાત એ છે કે અહીં કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવાની નથી. India Post GDS દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમારી આસપાસ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોને આ ભરતીના સમાચાર ઝડપથી મોકલો.

India Post GDS Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા India Post GDS
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર અને બ્રાન્ચ પોસ્ટ માસ્તર
કુલ જગ્યાઓ ૩૦,૦૪૧
અરજી કરવાની શરૂઆત ૦૩/૦૮/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૩/૦૮/૨૦૨૩
અરજીમાં સુધારા-વધારા કરવાની છેલ્લી તારીખ ૨૪ ઑગસ્ટ થી ૨૬ ઑગસ્ટ, ૨૦૨૩
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઇટ indiapostgdsonline.gov.in

India Post GDS Recruitment દ્વારા બહાર પાડવામાં આવેલી પોસ્ટની વિગત

  • બ્રાન્ચ પોસ્ટ માસ્તર
  • ગ્રામીણ ડાક સેવક
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર

India Post GDS Recruitment માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

India Post GDS Recruitment દ્વારા બહાર પાડવામાં આવેલી ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં ધોરણ ૧૦ પાસ કરેલી કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.

India Post GDS Recruitment ગ્રામીણ ડાક સેવક ભરતીનું પગારધોરણ કેટલું રહેશે

  • બ્રાન્ચ પોસ્ટ માસ્તર :- ૧૨,૦૦૦/- રૂપિયાથી ૨૯,૩૮૦/- રૂપિયા પ્રતિ માસ
  • ગ્રામીણ ડાક સેવક :- ૧૦,૦૦૦/- રૂપિયાથી ૨૪,૪૭૦/- રૂપિયા પ્રતિ માસ
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર :- ૧૦,૦૦૦/- રૂપિયાથી ૨૪,૪૭૦/- રૂપિયા પ્રતિ માસ

વય મર્યાદા

ગ્રામીણ ડાક સેવકની આ ભરતીમાં ૧૮ થી ૪૦ વર્ષની કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. અનામત કક્ષાના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.

India Post GDS Recruitment ગ્રામીણ ડાક સેવક ભરતીમાં અરજી ફી શું રહેશે

ગ્રામીણ ડાક સેવકની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરી, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પછાત વર્ગના (SEBC) તથા આર્થિક રીતે પછાત વર્ગ (EWS)ના ઉમેદવારોએ ૧૦૦/- રૂપિયા અરજી ફી ઓનલાઇન પદ્ધતિથી ભરવાની રહેશે. અનુસૂચિત જાતિ (SC) અને અનૂસુચિત જનજાતિ (ST)ના ઉમેદવારો તથા મહિલાઓ અને વિકલાંગો (Pwd)ને ફી ભરવામાંથી માફી આપવામાં આવે છે.

ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં યાદ રાખવા જેવી મહત્ત્વની તારીખો

  • અરજી કરવાની શરૂઆત ૦૩/૦૮/૨૦૨૩
  • અરજી કરવાની છેલ્લી તારીખ ૨૩/૦૮/૨૦૨૩
  • અરજીમાં સુધારા-વધારા કરવાની છેલ્લી તારીખ ૨૪ ઑગસ્ટ થી ૨૬ ઑગસ્ટ, ૨૦૨૩

India Post GDS Recruitment ગ્રામીણ ડાક સેવક ભરતીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

India Post GDS Recruitment ગ્રામીણ ડાક સેવક ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમના ધોરણ ૧૦ના ગુણના આધારે બનેલાં મેરીટના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને તેમના શૈક્ષણિક અભ્યાસના ડૉક્યુમેન્ટ્સની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને ડૉક્ટરી ચેકઅપ માટે બોલાવવામાં આવશે. ઉપરોક્ત ત્રણે તબક્કામાંથી પસાર થયેલાં ઉમેદવારોને જે-તે જગ્યાએ નિમણુક આપીને ભારતીય પોસ્ટ વિભાગમાં સરકારી નોકરીની તક આપવામાં આવશે.

ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં અરજી કરવાની રીત

India Post GDS Recruitment ગ્રામીણ ડાક સેવક ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલી લિંક દ્વારા અરજી કરી શકશે અથવા ભારતીય પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરવાનો રહેશે. વેબસાઇટ પર જતાં જ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ અરજી ફોર્મમાં માંગેલી બધી વિગતો ભરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેને સબમિટ કરવાનું રહેશે.

ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવકની ઓફિશિયલ વેબસાઇટ માટે અહીં ક્લિક કરો:- Click Here

India Post GDS Recruitment ગ્રામીણ ડાક સેવક ભરતીમાં અરજી કરવા અહીં ક્લિક કરો:- Apply Now

આવી અવનવી માહિતીઓની અપડેટ માટે અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો:Join Whatsapp Group

આ પણ વાંચો

જાણો ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન વિશે

Uniform Civil Code-UCC યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા અને તેની સામેના પડકારો

સાપ કરડે ત્યારે આટલું કરશો તો બચી જશો

આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News