જાણો 15મી ઑગસ્ટથી શરૂ થઈ રહેલું ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન વિશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫મી ઑગસ્ટથી એક અભિયાન શરૂ કરવાની વાત કરી છે. આ અભિયાન એટલે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન. પ્રજાસત્તાક દિવસ ૧૫મી ઑગસ્ટને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ અભિયાનના વિશે હજુ કેટલાંક લોકો અજાણ છે તો કેટલાંક લોકો તર્ક-વિતર્ક કરી રહ્યાં છે. ખોટી વાતોમાં ન આવીએ અને સાચી વિગતો જાણીએ કે આખરે આ ‘મેરી માટી મેરા દેશ’ (Meri Mati Mera Desh Abhiyan)અભિયાન છે શું? વાંચો વિગતે.

જાણો ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન વિશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની મન કી બાતના ૧૦૩માં એપિસોડમાં આ અભિયાન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે,  હાલ દેશ પોતાના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ અમૃતકાળને યાદગાર બનાવવા માટે દેશમાં ૧૫મી ઑગસ્ટથી ‘મેરી માટી મેરા દેશ’  અભિયાન (Meri Mati Mera Desh Abhiyan) શરૂ કરવામાં આવશે. આ અભિયાન શહીદોના સન્માનમાં શરૂ કરવામાં આવી રહ્યું છે.

દેશની સેવા માટે ખડે પગે રહેતાં શહીદો દેશમાટે માટીમાં ભળી જતાં પણ વિચારતા નથી. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પોતાના હથેળી પર જીવ લઈને તેઓ દેશની રક્ષા કાજે હંમેશા ખડેપગે રહેતાં હોય છે. ત્યારે શહીદોને સન્માનિત કરવા માટે આ મહાઅભિયાન ‘મેરી માટી મેરા દેશ’ શરૂ કરવામાં આવશે.

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલ પ્રમાણે ‘હર ઘર તિરંગા’ અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દેશનું દરેક ઘર તિરંગાથી શોભી ઊઠ્યું હતું. આ વખતે પણ વડાપ્રધાનશ્રી એ દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનની યાદોને તાજી કરવા જણાવ્યું હતું.

‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત શું કરવામાં આવશે? (Meri Mati Mera Desh Abhiyan)

દેશમાં ચાલી રહેલાં અમૃતકાળ દરમિયાન ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન એ દરેક નાગરિકના ગર્વનું પ્રતીક બની રહેશે. આ અભિયાન દેશના શહીદોની યાદમાં ચલાવવાનું હોવાથી દેશના દરેક ગામડાંઓમાં અને દેશની લાખો ગ્રામ પંચાયતોમાં શહીદોની યાદમાં શિલાલેખો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત હાલ દેશમાં અનેક જગ્યાએ ૫૦,૦૦૦ સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સરોવરના કિનારે વડાપ્રધાને વૃક્ષારોપણ કરવાની હાકલ કરી છે.

‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત દેશના અલગ અલગ સ્થળોમાંથી ૭૫૦૦ કળશ ભરીને માટી લાવવામાં આવશે. આ માટીમાંથી દિલ્હીમાં અમૃત વાટિકા બનાવવામાં આવશે. આ માટે દેશભરમાંથી અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. નવનિર્મિત અમૃત વાટિકા રાષ્ટ્રિય યુદ્ધ સ્મારકની પાસે જ બનાવવામાં આવશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીની દેશના યુવાનોને અપીલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને સફળ બનાવવા માટે દેશના યુવાનોને આમંત્રિત કર્યાં છે. વડાપ્રધાને અપીલ કરી છે કે દેશનો યુવાન પોતાના ગામની માટીને હાથમાં લઈને એક સેલ્ફી પાડે અને તે સેલ્ફી દ્વારા બીજા નાગરિકોને પણ ઉત્સાહપૂર્વક ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં જોડાવા હાકલ કરે. યુવાનોએ પોતાના દ્વારા પાડવામાં આવેલી આ સેલ્ફીને https://yuva.gov.in/ પર અપલોડ કરવાની વાત કરી હતી.

વડાપ્રધાને આ વખતે પણ ગત વર્ષની જેમ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પૂરા ઉત્સાહથી સામેલ થવા આગ્રહ કર્યો હતો. યુવાનો પોતે પણ જોડાય અને બીજા યુવાનોને પણ આ અભિયાનમાં જોડીને આ અભિયાનને સફળ બનાવવામાં પોતાનો ફાળો આપે. આ અભિયાનથી લોકો પોતાના દેશ અને માટી પ્રત્યે ગર્વની લાગણી અનુભવશે.      

‘મેરી માટી મેરા દેશ’ અભિયાન ઉપરાંત કયાં મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની મન કી બાતના ૧૦૩માં એપિસોડમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન ઉપરાંત દેશની અમૃતકાળની કેટલીક ઝલક વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમૃતકાળને યાદગાર બનાવવા માટે હાલ દેશમાં ૫૦,૦૦૦ સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સરોવરો દેશમાં જળસંચયની પ્રવૃત્તિને વધુ સક્ષમ બનાવશે. તેમણે નાગરિકોને આ સરોવરોના કિનારે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે હાલ મધ્યપ્રદેશનાં શાહડોલનું વિચારપુર ગામ દેશનું મિની બ્રાઝિલ બની રહ્યું છે. અહીં ફૂટબોલના અનેક ખેલાડીઓ ઊભરી રહ્યાં છે. અહીં ફૂટબોલ ક્રાંતિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે દેશમાં અહીંથી નેશનલ અને સ્ટેટ લેવલના ફૂટબોલ ખેલાડીઓ બહાર આવી રહ્યાં છે.

‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં દરેક વ્યક્તિને પોતાની માટી પ્રત્યે ગર્વ કરવો જોઈએ. અમેરિકાએ પણ આપણા દેશની ૧૦૦થી પ્રાચીન દુર્લભ પ્રતિકૃતિઓ પાછી આપી દીધી છે. આજે ઉજ્જૈનમાં દેશભરના ૧૮ ચિત્રકારો આપણાં પુરાણો પર આધારિત ચિત્રકારી કરી રહ્યાં છે.

આજે મહિલાઓ પણ પાછી નથી, ઉત્તરાખંડમાં મહિલાઓ અને વૃદ્ધો ભોજપત્રોના ઉત્પાદન દ્વારા પોતે આત્મનિર્ભર બની રહ્યાં છે. આપણે પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓનો એકસાથે સામનો કર્યો છે, આ દેશની એકતાનો તાજો પરિચય છે. આજે દરેક વ્યક્તિએ ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના દેશ પ્રત્યે ગર્વ વ્યક્ત કરવો જોઈએ.

અમારા વ્હોટસએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

સ્વાગત ઓનલાઇન પોર્ટલ (SWAGAT Online Portal) હવે તમારી બધી ફરિયાદોનું એકમાત્ર સરળ સોલ્યુશન

GPSCની તૈયારી કરતાં યુવક-યુવતીઓને સરકાર આપશે ૨૦,૦૦૦/- રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે

આંખો આવવી, કન્ઝક્ટિવાઇટિસ, લાલ કે ગુલાબી આંખ, બળતરા, પાણી પડવું, આંખોમાં ખંજવાળ વગેરે રોગોમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News