આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી, જાણો National Saving Certificate (NSC)ની ઇન્વેસ્ટમેન્ટ ટ્રીક

National Saving Certificate Investment Trick– આપણે મની મેનેજમેન્ટના મુખ્ય સિદ્ધાંતોમાં જોયું છે કે રૂપિયાને દિવસે ને દિવસે વધારવા માટે તેને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું ચાલું રાખવું જોઈએ. જો તમે ઇન્વેસ્ટ કરવા માટે યોગ્ય સ્કીમ શોધી લીધી તો તમારો રૂપિયો જ તમારી પાસે વધારાના રૂપિયા ખેંચી લાવશે. હવે સવાલ એ થાય કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણી સ્કીમ હોય છે જેમાંથી ઘણી સુરક્ષિત અને સલામત હોય છે તો કેટલીક જોખમ ભરેલી હોય છે. સુરક્ષિત સ્કીમમાંની એક સ્કીમ છે National Saving Certificate (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ).

શું છે National Saving Certificate (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC) એક ગજબની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જે ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા સંચાલિત છે. અહીં તમારે પાંચ વર્ષ માટે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. અહીં તમે ઓછામાં ઓછાં ૧૦૦૦/- રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ યોજનામાં તમને ઘણાં ટેક્સ બેફિટ્સ પણ મળે છે. ઘણાં લોકો આ સ્કીમમાં ટેક્સ બચાવવા પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં હોય છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટના ફાયદા (Benefits of National Saving Certificate)

 • National Saving Certificate (NSC) એ ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા સંચાલિક કરવામાં આવે છે.
 • આ સરકારી બૉન્ડ છે જેથી તે ભારત સરકારની જવાબદારી હોવાથી તમારા રૂપિયા ૧૦૦% સુરક્ષિત અને સલામત રહેશે.
 • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં નાણાનું રોકાણ કરવા માટે કોઈ ઉંમર મર્યાદા નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.
 • તમને તમારા રોકેલાં રૂપિયા હાલની તારીખ પ્રમાણે પર ૭.૭%ના દરે વાર્ષિક વ્યાજ મળશે.
 • તમને અહીં ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે.
 • આ સ્કીમમાં તમને ઇન્કમટેક્સની કલમ ૮૦-સી અનુસાર ૧.૫ લાખ રૂપિયા સુધીની ટેક્સ માફી મળે છે.
 • તમે નેશનલ સિવિંગ સર્ટિફિકેટ પર બૅન્કમાંથી લોન પણ મળી શકે છે.
 • અહીં તમને નોમિનીનો લાભ મળે છે. જો પાંચ વર્ષની મુદત દરમિયાન રોકાણકર્તાનું આકસ્મિક મૃત્યુ થાય તો આ સર્ટિફિકેટનો લાભ તેના નોમિનીને ટ્રાન્સફર કરી શકાય છે.
 • સામાન્ય રીતે National Saving Certificate સ્કીમમાં પાંચ વર્ષ માટે તમારે ફિક્સ રોકાણ કરવાનું રહે છે. તમે મુદત પહેલાં રૂપિયાને ઉપાડી શકતા નથી. પરંતુ આકસ્મિક સંજોગો જેવા કે મૃત્યુ કે અન્ય સંજોગોમાં તમે અહીંથી તમારા રોકેલાં રૂપિયા ઉપાડી શકો છો.

કઈ રીતે રોકાણ કરશો તો ૬૭,૦૦૦/- નો ફાયદો થશે? (National Saving Certificate Investment Trick)

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (National Saving Certificate)માં તમારે વધારે ને વધારે ફાયદો મેળવવો હોય તો આ રીતે ઇન્વેસ્ટ કરી શકાય.

વર્ષઇન્વેસ્ટમેન્ટપાકતી મુદતવ્યાજમુદ્દલમળેલું વ્યાજ
૨૦૨૩૧,૫૦,૦૦૦/-૨૦૨૯૨,૧૭,૩૫૫/-૬૭,૩૫૫/-
૨૦૨૪૧,૫૦,૦૦૦/-૨૦૩૦૨,૧૭,૩૫૫/-૬૭,૩૫૫/-
૨૦૨૫૧,૫૦,૦૦૦/-૨૦૩૧૨,૧૭,૩૫૫/-૬૭,૩૫૫/-
૨૦૨૬૧,૫૦,૦૦૦/-૨૦૩૨૨,૧૭,૩૫૫/-૬૭,૩૫૫/-
૨૦૨૭૧,૫૦,૦૦૦/-૨૦૩૩૨,૧૭,૩૫૫/-૬૭,૩૫૫/-

ટેબલની માહિતી સમજીએ

 • જો તમે વર્ષ ૨૦૨૩માં ૧.૫ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને પાકતી મુદતે ૨,૧૭,૩૫૫/- રૂપિયાનું વ્યાજમુદ્દલ મળશે. અહીં તમને દર વર્ષે ૭.૭% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.
 • National Saving Certificate (NSC)માં તમારું કમાયેલું વ્યાજ ૬૭,૩૫૫/- રૂપિયા થશે.
 • આ જ રીતે તમારે વર્ષ ૨૦૨૪, ૨૦૨૫, ૨૦૨૬ અને વર્ષ ૨૦૨૭માં પણ ૧.૫ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થશે, જેની પાકતી મુદત થશે અનુક્રમે વર્ષ ૨૦૩૦, ૨૦૩૧, ૨૦૩૨ અને વર્ષ ૨૦૩૩. આ પાકતી મુદતે તમને ૬૭,૩૫૫/- રૂપિયા મળશે.
 • તમારે આ રીતે દર પાકતી મુદતે મળતાં ૨,૧૭,૩૫૫/- રૂપિયામાંથી ૬૭,૩૫૫/- રૂપિયા લઈને બાકીના ૧.૫ લાખ રૂપિયા દર વર્ષે ઇન્વેસ્ટ કરતાં જવાના છે.
 • આ રીતે તમે થોડાં જ વર્ષોમાં તમારી મૂડી પણ રીકવર કરી લેશો અને આજીવન આ જ રીતથી દર વર્ષે ૬૭,૩૫૫/- રૂપિયા કમાતાં જશો.
 • તમારે ફક્ત શરૂઆતના પાંચ જ વર્ષ રોકાણ કરવાનું છે. ત્યારબાદ મળેલાં વ્યાજમાંથી આ રોકાણ શરૂ રાખવાનું છે.
 • આ રીતે મળેલાં વ્યાજમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરતાં જશો અને તમારી કમાણી વધતી જશે.
 • ધારો કે, તમે તમારા વ્યાજમાંથી ૬૭,૩૫૫/- રૂપિયા ઉપાડતા નથી અને તેને પણ ઇન્વેસ્ટ કરતાં રહો છો તો તમને આ રૂપિયા પર પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું જશે અને તમારી આવક વધતી જ જશે.
 • સરકાર આગામી વર્ષોમાં National Saving Certificate માટે વ્યાજદરોમાં વધારો કરશે તો તમને હાલ કરતાં પણ અનેકગણો ફાયદો થઈ શકે છે.
 • આ રીતે તમે ફક્ત પાંચ વર્ષમાં એક સુરક્ષિત અને સલામત ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરી શકો છો.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (National Saving Certificate) સ્કીમનો લાભ કઈ રીતે લેશો?

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (National Saving Certificate) સ્કીમનો લાભ લેવા માટે તમે તમારા નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ કે પોસ્ટ પેમેન્ટ બૅન્કનો સંપર્ક કરી શકો છો. અહીં તમારે ફક્ત એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડ આપીને ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરતાંની સાથે જ તમે અહીં ઇન્વેસ્ટ કરી શકશો.

India Post Payment Bank Official Website:- Click Here

આવી અવનવી માહિતીઓ માટે અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાઓ:- Join Whatsapp Group

આ પણ વાંચો:-

૩૧ જુલાઈ પહેલાં આટલું કરી લેજો, નહીંતર ઘણો પસ્તાવો થશે

આ રીતે પૈસાનું મેનેજમેન્ટ કરો, ક્યારેય દુઃખી નહીં થવું પડે

GPSCની તૈયારી કરતાં યુવક-યુવતીઓને સરકાર આપશે ૨૦,૦૦૦/- રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે

ગુજરાતી સાહિત્ય, અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સમાજને સ્પર્શતા લેખો વાંચવા માટે અહીં ક્લિક કરો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News