NIOH Recruitment 2023: અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

ICMR-National Institute of Occupational Health (NIOH), Ahmedabad દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશયન અને લેબોરેટરી એટેન્ડન્ટ જેવી વિવિધ પોસ્ટ માટે સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે આ ખૂબ મોટી ખુશીના સમાચાર છે. આ ભરતીની મહત્ત્વની વાત એ છે કે NIOH Recruitment 2023ની ભરતીમાં પસંદગી પામેલા યુવાનોને અમદાવાદમાં જ નોકરીનું સ્થળ ફાળવવામાં આવશે. આપની આસપાસ સરકારી નોકરીની તૈયારી કરતાં યુવક/યુવતીઓ સુધી આ જાહેરાતના સમાચાર પહોંચાડો. જાણો NIOH ભરતીની સમગ્ર વિગત.

NIOH Recruitment 2023

પોસ્ટ વિવિધ
ભરતી કરનાર સંસ્થા National Institute of Occupational Health (NIOH)
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન
ફોર્મ ભરવાની શરૂઆત ૦૮/૦૭/૨૦૨૩
ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૦૪/૦૮/૨૦૨૩
ઓફિશયલ વેબસાઇટwww.nioh.org/

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે (સરકારી નોકરી)

પોસ્ટકુલ જગ્યાઓ
ટેક્નિકલ આસિસ્ટન્ટ 28
ટેક્નિશયન 16
લેબોરેટરી એટેન્ડન્ટ 10

NIOH Recruitment 2023: પગારધોરણની વિગત

NIOH Recruitment 2023માં પસંદગી પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણે આકર્ષક પગાર આપવામાં આવશે.

પોસ્ટપગારધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટ Rs. 35,400/- to Rs. 1,12,400/-
ટેક્નિશયન Rs. 19,900/- to Rs. 63,200/-
લેબોરેટરી એટેન્ડન્ટ Rs. 18,000/- to Rs. 56,900/-

આ સરકારી નોકરી માટે શૈક્ષણિક લાયકાતની વિગત

  • ટેક્નિકલ આસિસ્ટન્ટ:- એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં અથવા એન્જિનિયરિંગમાં ડીગ્રી
  • ટેક્નિશયન:- ધોરણ ૧૨ પાસ
  • લેબોરેટરી એટેન્ડન્ટ:- ધોરણ ૧૦ પાસ
  • શૈક્ષણિક લાયકાત માટે વધુ માહિતી માટે ઉમેદવારે સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જાહેરાતની નોટિફિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

વય મર્યાદા (NIOH Recruitment 2023)

૩૦ વર્ષની ઉંમર સુધીની કોઈ પણ વ્યક્તિ NIOH Recruitment 2023 દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી નોકરી માટે અરજી કરી શકે છે. અનામત કક્ષાના ઉમેદવારોને આ ભરતીમાં વય મર્યાદામાં છૂટછાટ નહીં મળે, પરંતુ ઓછામાં ઓછી ૪૦% જેટલી વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળશે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાતમક પરીક્ષામાં તેમણે મેળવેલાં ગુણના મેરીટના આધારે કરવામાં આવશે.

આ સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રહેશે?

NIOH Recruitment 2023માં પસંદગી પામીને સરકારી નોકરી મેળવવા માટે દરેક ઉમેદવારે ફક્ત એક જ પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા ૧૦૦ માર્ક્સની રહેશે. આ પરીક્ષામાં મેળવેલાં ગુણના આધારે ઉમેદવારોનું મેરીટ બનશે. તે મેરીટના આધારે ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જન્મનું પ્રમાણપત્ર (લિવિંગ સર્ટિફિકેટ)
  • અભ્યાસની માર્કશિટ
  • ડીગ્રી સર્ટિફિકેટ
  • અનુભવ ધરાવતા હોવ તો તેનું સર્ટિફિકેટ
  • વિકલાંગતા ધરાવતા હોવ તો તેનું સર્ટિફિકેટ
  • આવકનો દાખલો
  • જતિનો દાખલો
  • નોન-ક્રીમિલેયર
  • એક પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય

NIOH Recruitment 2023 અરજી કરવાની રીત

દરેક ઉમેદવારે સૌ પ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે. તે લિંક દ્વારા ઉમેદવારો સીધા ભરતી પોર્ટલ પર પહોંચી જશે. ઉમેદવારોએ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ www.nioh.org/ પર જઈને પણ અરજી કરી શકે છે. અહીં તમને NIOH Recruitment ઓપ્શન જોવા મળશે. ત્યાં ક્લિક કરીને તમે આ સરકારી નોકરી માટે અરજી કરી શકો છો. અહીં માંગવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ અને વિગતો ભરીને અરજી સબમિટ કરી અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

NIOH Recruitment 2023 અરજી કરવા માટે:- Apply Now

NIOHની ઓફિશિયલ વેબસાઇટ :- www.nioh.org/

આ પણ વાંચો: GPSC દ્વારા 221 જેટલી જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત

Forest Guard bharti 2023 ફોરેસ્ટ ગાર્ડ-વનરક્ષક વર્ગ-3ના ઉમેદવારો માટે અગત્યની સુચના

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News