ONGC Recruitment in Gujarat- ONGC ગુજરાતમાં 10 પાસ અને ITI પાસ માટે ભરતી

ભારત સરકારની દેશ-વિદેશમાં જાણીતી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના માધ્યમથી ધોરણ ૧૦ પાસ અને ITI (ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ) પાસ કરેલા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યાં છે. ONGC Recruitment in Gujarat દ્વારા ફક્ત ધોરણ ૧૦ પાસ અને ITI યુવાનોને એપ્રેન્ટિસનો લાભ આપવા જઈ રહી છે. આ એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષનો હશે, જેમાં યુવાનોને વિવિધ કામગીરીનો અનુભવ મળશે. આ અનુભવની મદદથી તેઓ મલ્ટિનેશનલ કંપનીઓમાં પોતાની સુવર્ણ કારકિર્દી ઘડી શકશે.

ONGC Recruitment in Gujarat

ભરતી કરનાર સંસ્થા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામ વિવિધ
અરજી પ્રક્રિયા ઓનલાઇન
નોટિફિકેશન તારીખ ૨૭/૦૭/૨૦૨૩
ફોર્મ ભરવાની શરૂઆત  ૨૭/૦૭/૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧/૦૮/૨૦૨૩
ઓફિશિયલ વેબસાઇટhttps://www.opalindia.in/

જાણો ONGC Recruitment in Gujarat પ્રમાણે તમારી નોકરીનું સ્થળ

ONGC Recruitment in Gujarat દ્વારા બહાર પડેલી જાહેરાતમાં પસંદગી પામેલા ઉમેદવારોને ઝેડ-૧, ઝેડ-૮૩, દહેજ સેઝ લિમિટેડ, પી.ઓ. દહેજ, તાલુકો- વાગરા, જિલ્લો- ભરૂચ ખાતે એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

ONGC Recruitment in Gujarat એપ્રેન્ટિસની જાહેરાતમાં અરજી કરીને ONGCમાં કામ કરવા માંગતા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર્વ્યુના બેઝ પર કરાશે. બંને તબક્કાઓમાં ઉત્તીર્ણ થયેલાં યુવાનો ONGCમાં કામગીરીનો અનુભવ મેળવી શકશે.

ONGCમાં કામગીરી માટે લાયકાત

આ ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારે ધોરણ ૧૦ પાસ અને ITI (ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ) પાસ કરેલું હોવું જોઈએ.

ONGC Recruitment in Gujarat માં નીચ પ્રમાણે ITI ટ્રેડનો અભ્યાસ કરેલો હોવો જોઈએ

સંબંધિત જગ્યાઓ માટે જરૂરી ITI ટ્રેડ :- Fitter, Chemical Plant, Electric, Instrument, Mechanic, Lab, Machine etc…

ONGC Recruitment in Gujaratમાં કેટલું પગાર ધોરણ અપાશે?

ONGC Recruitment in Gujaratમાં આ ભરતી એપ્રેન્ટિસરૂપે કરવાની હોવાથી, ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર ૮,૦૫૦/- રૂપિયા માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

એપ્રેન્ટિસ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સ્કૂલ લિવિંગ સર્ટિ
  • ધોરણ ૧૦ની માર્કશીટ
  • ITI ટ્રેડ અભ્યાસની બધી માર્કશીટો
  • કોઈ પણ એક આઇડી કાર્ડ જેમ કે, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ વગેરે
  • લેટેસ્ટ અપડેટ રીઝ્યુમની નકલ

અરજી કેવી રીતે કરશો?

ONGC Recruitment in Gujaratમાં અરજી કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ભરતીની જાહેરાતને ડાઉનલોડ કરો. ત્યારબાદ ચેક કરી લો કે તમે પોતે કઈ પોસ્ટ માટે લાયક છો.

તમારી પસંદગીની પોસ્ટ પર Apply Now બટન પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરી દો. આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી બધી વિગતો ભરીને તમારી અરજી સબમિટ કરી દો. ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે સાચવી રાખો. આટલું કરવાથી તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ જશે.

ONGC Recruitment in Gujarat અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- Apply Now

અવનવી માહિતીઓની અપડેટ મેળવવા માટે તથા અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો:-  Join Whatsapp Group

આ પણ વાંચો:-

અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

Uniform Civil Code-UCC યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા અને તેની સામેના પડકારો

GPSCની તૈયારી કરતાં યુવક-યુવતીઓને સરકાર આપશે ૨૦,૦૦૦/- રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે

ગુજરાતી સાહિત્યનો રસ માણો, અવનવી વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ તથા તાજેતરના મુદ્દાઓ પર લખેલાં લેખ વાંચવા અહીં ક્લિક કરો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News