Postal Life Insurance Scheme- અહીં રોકાણ કરશો તો મેક્સિમમ રીટર્ન મળશે એની ગેરંટી

Postal Life Insurance Scheme એ આપણા દેશની જૂનામાં જૂની વીમા પોલિસી યોજના છે. આ યોજના LIC કરતાં પણ જૂની છે. પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ વર્ષ ૧૮૮૪માં શરૂ કરવામાં આવી હતી. તેથી આ યોજના અંગ્રેજોના જમાનાની છે, જે હજુ સુધી ચાલી રહી છે અને તમને તમારા રોકાણનું વધુમાં વધુ વળતર આપવા કટીબદ્ધ છે. જાણો Postal Life Insurance Scheme વિશે વિગતે.

શું છે Postal Life Insurance Scheme

Postal Life Insurance Scheme એ અંગ્રેજોના સમયની ભારતની વીમા યોજના છે. જે હાલમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને જુદી જુદી છ પ્રકારની વીમા યોજનાનો લાભ મળે છે. આ યોજના અમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિ માટે કામની છે. અહીં ઓછામાં ઓછાં પ્રીમિયમ પર વધારેમાં વધારે રીટર્ન મળે છે. પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ બે પ્રકારના હોય છે.

  • પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme)
  • રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Rural Postal Life Insurance Scheme)

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme)

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જે લોકો કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળ આવતી સંસ્થા કે સંગઠનમાં સરકારી નોકરી કરતાં હોય તેમને આ વીમા યોજનાનો લાભ મળે છે.

રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Rural Postal Life Insurance Scheme)

જે લોકો સરકારી કર્મચારી નથી કે કોઈ પણ જાતની સરકારી નોકરી નથી કરતા અને ગ્રામિણ વિસ્તારોમાં રહે છે. તેવા લોકો આ વીમા યોજનાનો લાભ લઈ શકે છે.

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં કેટલા પ્રકારની પોલિસી મળે છે? (Types of Postal Life Insurance Scheme)

  • સુરક્ષા (Whole Life Assurance – Suraksha)
  • સુવિધા (Convertible Whole Life Assurance- Suvidha)
  • સંતોષ (Endowment Life Assurance- Santosh)
  • યુગલ સુરક્ષા (Joint Life Assurance- Yugal Suraksha)
  • સુમંગલ (Anticipated Endowment Assurance- Sumangal)
  • બાલ જીવન બીમા (Children Policy- Bal Jeevan Bima)

ઉપરોક્ત જણાવેલી બધી યોજનાઓમાં તમને સૌથી વધુ રીટર્ન સંતોષ (Endowment Life Assurance- Santosh) વીમા યોજનામાં મળે છે. ચાલો જાણીએ સંતોષ વીમા યોજના વીશે.

સંતોષ (Endowment Life Assurance- Santosh)

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme) દ્વારા ચલાવવામાં આવતી સંતોષ (Endowment Life Assurance- Santosh)ના બે પ્રકાર છે.

  • EA સંતોષ
  •  EA ગ્રામ સંતોષ

સંતોષ (Endowment Life Assurance- Santosh)માં કેવી રીતે રોકાણ કરશો, જાણો તેની વીમા પોલિસીના ફાયદા

  • સંતોષ પોલિસી ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી હોવાથી તેમાં કરેલું રોકાણ સો ટકા સુરક્ષિત અને સલામત હોય છે.
  • સંતોષ પોલિસીમાં ૧૯ થી ૫૫ વર્ષનો કોઈ પણ ભારતીય નાગરિક અરજી કરીને લાભ લઈ શકે છે.
  • EA સંતોષમાં તમને ૨૦,૦૦૦/- રૂપિયાથી લઈને ૫૦ લાખ રૂપિયા સુધીની વીમા પોલિસીનો લાભ મળે છે.
  • EA ગ્રામ સંતોષમાં તમને ૧૦,૦૦૦/- રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીની વીમા પોલિસીનો લાભ મળે છે.
  • EA સંતોષમાં તમને દર ૧,૦૦૦/- રૂપિયાના રોકાણ પર 52 રૂપિયાનું બોનસ મળે છે.
  • EA ગ્રામ સંતોષમાં તમને દર ૧,૦૦૦/- રૂપિયાના રોકાણ પર 48 રૂપિયાનું બોનસ મળે છે.
  • જો તમે પાંચ વર્ષ પહેલાં જ તમારા રોકેલાં રૂપિયા ઉપાડી લો છો તમને આ બોનસનો લાભ નહીં મળે.
  • જો તમારી વીમા પોલિસીને ત્રણ વર્ષ થઈ ગયાં હોય તો તમે તમારા રોકેલાં રૂપિયા પર લૉન માટે અરજી કરી શકો છો.  
  • આ વીમા પોલિસીમાં તમને ૩૫ વર્ષ, ૪૫ વર્ષ, ૫૦ વર્ષ, ૫૫ વર્ષ, ૫૮ વર્ષ અને ૬૦ વર્ષની વય મર્યાદા પ્રમાણે વીમા કવરેજ મળે છે. તમે ઉપરોક્ત વય મર્યાદામાંથી કોઈ પણ પસંદ કરીને તેનો લાભ લઈ શકો છો.
  • તમારી વીમા પોલિસી તમે નક્કી કરેલી ઉંમરે પાકશે અને તમને તમારા દ્વારા રોકેલી રકમ હેવી રીટર્ન સાથે પાછી મળશે.

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme)માં કેટલું રીટર્ન મળશે

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme) દ્વારા ચલાવવામાં આવતી સંતોષ (Endowment Life Assurance- Santosh) વીમા પોલિસીમાં તમને મળતાં રીટર્નને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

  • ધારો કે, કોઈ ૩૦ વર્ષનો યુવાન સંતોષ વીમા પોલિસીમાં રોકાણ કરે છે અને ૧૦ લાખનો વીમો લે છે અને તેની પાકતી મુદત યુવાનની ૫૦ વર્ષની ઉંમર થાય ત્યારે નક્કી કરવામાં આવે છે. એટલે કે આ પોલિસીમાં યુવાને આવનારા ૨૦ વર્ષ સુધી રોકાણ કરવું પડશે.
  • આ હિસાબે વીમાધારકને દર મહિને ૪૦૦૦/- રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે.
  • અહીં વીમાધારકને બોનસ પણ મળતું હોય છે. એટલે પાકતી મુદતે વીમાધારકને ૧૦ લાખની પોલિસીના બદલામાં ૨૦,૪૦,૦૦૦/- (૨૦ લાખ) રૂપિયા મળશે.
  • પાકતી મુદતે વીમાધારકને મળતી રકમ ઇન્કમટેક્સની કલમ ૮૦-સી મુજબ ટેક્સ ફ્રી હશે. આ રકમ પર વીમાધારકે કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો થતો નથી.
  • જો પાકતી મુદત પહેલાં વીમાધારકનું મૃત્યુ થઈ જાય તો આ પોલિસીની રકમ અને તેને મળતા લાભો તેના નોમિની (વારસદાર)ને આપવામાં આવે છે.

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme)ની સંતોષ પોલિસી ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • પાન કાર્ડ
  • ઍક્નોલેજમેન્ટ લેટર (નોકરિયાત વર્ગ માટે)
  • અન્ય

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme)ની વીમા પોલિસી કેવી રીતે મેળવશો

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (Postal Life Insurance Scheme) દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી વીમા પોલિસીઓની જાણકારી માટે અને તે પોલિસીઓ ખરીદવા માટે તમે તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઑફિસનો સંપર્ક કરી શકો છો અથવા પોસ્ટ ઑફિસની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને પણ એક ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાથી આ પોલિસીનો લાભ લઈ શકો છો.

ભારતીય પોસ્ટ ઑફિસની ઑફિશિયલ વેબસાઇટ:- Click Here

આવી અવનવી માહિતીઓની અપડેટ્સ મેળવવા માટે અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાઓ:- Join Whatsapp Group

આ પણ વાંચો

આ બધી પોસ્ટ પર બૅન્કો આપી રહી છે વગર પરીક્ષાએ નોકરીની તક, આજે જ અરજી કરો

આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી

આ રીતે રોકાણ કરશો તો 15 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે.

આજકાલ નાની ઉંમરમાં હાર્ટ ઍટેક આવવાના કિસ્સા કેમ વધી રહ્યાં છે?

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News