સાપ કરડે ત્યારે આટલું કરશો તો બચી જશો. સાપ કરડે ત્યારે શું કરવું અને શું ન કરવું

ચોમાસામાં સાપ કરડવાના કિસ્સા ઘણા વધી જાય છે. એક સર્વે પ્રમાણે ફક્ત ભારતમાં જ એક લાખથી વધારે લોકોને દર વર્ષે સાપ કરડવાના કેસ નોંધાય છે. દર વર્ષે હજારો લોકો સાપ કરડવાથી મોતને ભેટે છે. સાપ ક્યારે કોને કરડી જાય તે કાંઈ નક્કી નથી હોતું. એટલે સમજદારી એ જ છે કે આપણે પહેલાંથી થોડી તકેદારી રાખવી જોઈએ. આ તકેદારીના કારણે જ્યારે સાપ કરડે ત્યારે આપણો કે આપણા સ્વજનનો જીવ બચી શકે છે.

સાપ બાબતે આપણા સમાજમાં કેટલીય અંધશ્રદ્ધા પ્રવર્તે છે. શું કરવું અને શું ન કરવું આ બાબતે જાણકારી ન હોવાના કારણે ગેરેસમજમાં અનેક લોકો મોતને ભેટે છે. આ ગેરેસમજ અને અંધશ્રદ્ધાને દૂર કરીને થોડી સમજદારી કેળવવાથી આપણે સાપ દ્વારા થતાં મોતનો આંકડો ઘટાડી શકીએ છીએ.

ભારતમાં જોવા મળતાં સાપ

સાપની લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ જાતિ હોય છે. તેમાંના ફક્ત ૨૫૦ થી ૩૦૦ પ્રકારના સાપ જ ઝેરી હોય છે. ભારતમાં મુખ્યત્વે ૧૩ પ્રજાતિના ઝેરી સાપ જોવા મળે છે. આ બધામાંથી ફક્ત ૪ સાપ એવા છે, જે અત્યંત ઝેરી હોય છે.

આ ચાર પ્રકારના સાપને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે

 • નાગ
 • કાળોતરો
 • ચીતળો
 • ફુરસો

ઝેરી સાપોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ઝેર જોવા મળે છે

હિમોટૉક્સિક

આ ઝેર લોહીની કોશિકાઓ પર અસર કરે છે. તેના કારણે શરીરમાં અનેક જગ્યાએથી બ્લિડીંગ પણ જોવા મળે છે. આ ઝેર ચડવાથી વ્યક્તિને લોહીની ઉલટી થવા લાગે છે.

ન્યુરોટૉક્સિક

જ્યારે વ્યક્તિને આ ઝેર ચડે છે ત્યારે તે વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે.

માયોટૉક્સિક

આ પ્રકારનું ઝેર સમુદ્રના સાપોમાં જોવા મળે છે. તેની સંખ્યા ખૂબ ઓછી હોય છે.

સાપ કરડે ત્યારે શું ન કરવું?

 • સાપ કરડે ત્યારે ભૂલથી પણ તે ઝેર ચૂસીને કાઢવાનો પ્રયત્ન ન કરવો.
 • સાપ કરડ્યો હોય તે ભાગ પર ચીરો ન પાડવો.
 • ચીરો પાડવાથી ઝેર શરીરમાં બમણી ગતિથી ફેલાય છે.
 • જે જગ્યાએ સાપ કર્ડ્યો હોય ત્યાં સખત પટ્ટી ન બાંધો, સખત પટ્ટી બાંધવાથી દર્દીનું બ્લડ પ્રેશર વધી જાય છે, જે જોખમ પેદા કરી શકે છે.
 • દર્દીને પોતે કોઈ પણ પ્રકારની પેઇનકિલર દવા ન આપો.
 • પરંપરાગત ભૂવા કે ઊંટવૈદ્ય પાસે ન જવું.
 • ઘરઘથ્થુ ઉપચાર કરવાને બદલે જેમ બને તેમ ડૉક્ટર પાસે પહોંચો.
 • જે જગ્યાએ સાપ કર્ડ્યો હોય ત્યાં બરફ ન ઘસો.
 • ડંખવાળો ભાગ સાફ ન કરો.
 • સાપને પકડવાનો પ્રયત્ન ન કરો.

સાપ કરડે ત્યારે શું કરવું?

 • જે જગ્યાએ સાપ કરડ્યો હોય ત્યાં લોકોને એકઠા ન થવા દો, દર્દીને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ.
 • ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને તાત્કાલિક ફોન કરો.
 • સાપનો દેખાવ યાદ રાખો જેથી ડૉક્ટર સાપને ઓળખીને તેના ઝેરના મારણ માટે યોગ્ય ઝેર મારણ દવા આપી શકે.
 • જે ભાગ પર સાપ કરડ્યો હોય ત્યાંથી દાગીના, ઘડીયાળ કે વીંટીઓ કાઢી નાખો.
 • સર્પદંશ પછી તે ભાગ પર ઝડપથી સોજો આવી જાય છે. એટલે તે ભાગ ખુલ્લો કરી દેવો.
 • દર્દીને જે અંગ પર સાપ કરડ્યો હોય ત્યાંનુ હલનચલન બંધ કરી દો. શક્ય હોય તો વ્યક્તિને સ્ટ્રેચર પર સુવડાવીને હૉસ્પિટલ સુધી પહોંચાડો.
 • સાપ કરડ્યાં પછી વ્યક્તિના શરીર પર થતાં ફેરફારોની નોંધ કરીને ડૉક્ટરને જણાવો.
 • સારવાર કરનાર ડૉક્ટર આગળ સાપ અને ત્યારબાદની આખી ઘટનાનું વર્ણન કરો.

સાપ કરડવાથી બચી શકાય તે માટે શું કરવું

 • ઘરની આસપાસ તેમજ ઘરમાં સ્વચ્છતા જાળવો, જેથી કોઈ પણ જીવજંતુ ત્યાં સંતાઈને ન રહે.
 • ઘરમાં કે વાડામાં પડેલી બધી બખોલને પૂરી દો.
 • શક્ય હોય તો જમીન પર સુવાનું ટાળો.
 • રાતના સમયે ખુલ્લા પગે ન ફરો.
 • રાતના સમયે ચાલતાં સમયે બેટરી કે ટૉર્ચનો ઉપયોગ કરો.
 • કચરાના ઢગલાં કે કાટમાળ વગેરેથી દૂર રહો.
 • ઘરને અડતી ઝાડની ડાળો, ઝાડી-ઝાંખરાં વગેરેને ઘરથી દૂર રાખો, જેથી સાપ ત્યાં સંતાઈને ન રહે.
 • ઘરમાં ઉંદર ન આવે તે સુનિશ્ચિત કરો. ઉંદરને લીધે સાપ પણ ઘરમાં આવે છે.
 • ખેતરમાં કામ કરતી વખતે ખૂબ સાવચેતી રાખો.
 • રાતના સમયે લાકડાં ભેગાં કરવા ન જવું.
 • જે જગ્યાએ સાપ હોવાની જાણ હોય ત્યાંથી પોતે અને નાન બાળકોને દૂર રાખો.
 • કોઈ દિવસ મૃત સાપને હાથથી સ્પર્શ ન કરો. મૃત્યુ પછી પણ તેનામાં ઝેર હોય છે.
 • જો તમે કોઈ જગ્યાએ સાપ જતાં જુઓ તો કોઈ અવાજ ન કરો. સાપને ત્યાંથી જતાં રહેવા દો. સાપ મોટા જીવો અને ખાસ કરીને માનવી સાથે સંઘર્ષમાં ઊતરવાનું ટાળતાં હોય છે.   

આ પણ વાંચો:-

અવનવી માહિતીઓ માટે અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો:- Join Whatsapp Group

 ચોમાસામાં ઉપદ્રવ મચાવતી લાલ કીડીઓને ભગાડવાના 10 દેશી ઉપાયો

આંખો આવવી, કન્ઝક્ટિવાઇટિસ, લાલ કે ગુલાબી આંખ, બળતરા, પાણી પડવું, આંખોમાં ખંજવાળ વગેરે રોગોમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી

ગુજરાતી સાહિત્યનો ખજાનો, વાર્તાઓ, કવિતાઓ અને તાજેતરના મુદ્દાઓ પર લખાયેલાં લેખ વાંચવા અહીં ક્લિક કરો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News