સ્વાગત ઓનલાઇન પોર્ટલ (SWAGAT Online Portal) હવે તમારી બધી ફરિયાદોનું એકમાત્ર સરળ સોલ્યુશન

સ્વાગત (SWAGAT) એટલે કે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવે સ્વાગત પોર્ટલનું ઓનલાઇન વર્ઝન સ્ટેટ સ્વાગત ઓનલાઇન  (SWAGAT Online Portal) લૉન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા હવે ગુજરાતના નાગરિકોની ફરિયાદો અને તેમની મુશ્કેલીઓનું ખૂબ જ ઝડપથી સમાધાન (સોલ્યુશન) લાવી શકાય એમ છે.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ (SWAGAT Online Portal)

સ્વાગત ઓનલાઇન પોર્ટલ મુખ્યત્વે સ્વાગત પોર્ટલનું ઓનલાઇન વર્ઝન છે. આજના ટેક્નોલોજીના જમાનામાં નાગરિકોની ફરિયાદોનું ખૂબ ઝડપથી સોલ્યુશન આવે તે માટે ગુજરાત સરકારે આ પોર્ટલ શરૂ કરેલ છે. આ પોર્ટલ ગુજરાતની ટેક્નોલોજી પ્રત્યેની સુઝ દર્શાવે છે. SWAGAT Online Portal ગુજરાતના નાગરિકોને વિવધ સરકારી સેવાઓની સુવિધા અને કાર્યક્ષમતાઓને ઍક્સેસ કરવા માટે સશક્ત બનાવે છે, જેથી લોકો જાહેર સત્તાધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે સંપર્ક કરીને પોતાની સમસ્યાઓનું ઝડપથી સમાધાન મેળવી શકે.

જાણો સ્વાગત પોર્ટલ વિશે

સ્વાગત પોર્ટલ વર્ષ ૨૦૦૩માં આપણાં પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું હતું. આ પોર્ટલ શરૂ કરવાનો મુખ્ય હેતુ વહીવટમાં પારદર્શિતા અને સરકારી સિસ્ટમમાં ઘર કરી ગયેલાં ભ્રષ્ટાચારને દૂર કરવાનું હતું. સ્વાગત પોર્ટલની મદદથી રાજ્યના અનેક નાગરિકોએ પોતાની વહીવટી અને જાહેર ફરિયાદોનું ખૂબ ઝડપથી સોલ્યુશન મેળવ્યું અને તેઓ સરકાર સાથે સીધા સંપર્કમાં આવી શક્યા. આ પોર્ટલ દરેક નાગરિકને સરકાર તેમને દ્વાર સુત્રનો સાક્ષાત્કાર કરાવે છે.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ(SWAGAT Online Portal) શું છે?

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નાગરિકોને વહીવટી કાર્યોમાં પડતી તકલીફોના નિવારણ માટે સ્વાગત ઓનલાઇન પોર્ટલ (SWAGAT Online Portal) લૉન્ચ કર્યું હતું. આ પોર્ટલની મદદથી લોકો પોતાના પ્રશ્નો સરકારને ઘરે બેઠા સીધા જ મોકલી શકે તે માટે આ પોર્ટલને સોશિયલ મીડિયા માટે પણ સુલભ બનાવ્યું છે. સ્વાગત ઓનલાઇન પોર્ટલના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કૂ, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પેજ બનાવ્યાં છે. નાગરિકો આ બધાંમાંથી કોઈ પણ એક પેજની મુલાકાત લઈને પોતાના પ્રશ્નો અને ફરિયાદો સીધી જ સરકારને પહોંચાડી શકે છે.

આ પોર્ટલની સફળતાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સરકારને આ પોર્ટલ પરથી ૬,૩૬૩ જેટલી વિવિધ ફરિયાદો મળી હતી. જેમાંથી ૫,૨૪૯ જેટલી ફરિયાદોનો ઉકેલ આવી ગયો છે. આમ જુલાઈ મહિનાનો સ્વાગત પોર્ટલનો સક્સેસ રેટ ૮૨.૪૯% જેટલો આવ્યો હતો.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ કેવી રીતે કરે છે.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ(SWAGAT Online Portal) માં કોઈ નાગરિક પોતાની ફરિયાદો અથવા સરકારને કોઈ પ્રશ્ન કે વહીવટી સલાહો બાબતે સંપર્ક કરી શકે છે. આ પોર્ટલમાં દર મહિનાની તારીખ ૧ થી ૧૦ સુધીમાં ફરિયાદો માટે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. રાજ્યના નાગરિકો આ તારીખોમાં પોતાની ફરિયાદ દાખલ કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ ગયાં બાદ એક નંબર જનરેટ થાય છે. જેની મદદથી ફરિયાદી પોતાની ફરિયાદનું સ્ટેટસ જાણી શકે છે.

યાદ રાખો તમે આ પોર્ટલ પર તમારા મોબાઇલ નંબર કે ઇ-મેલ આઇડી સાથે ફક્ત ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં પોતાની ફરિયાદ દાખલ કરી શકો છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત સપ્તાહમાં તમે તમારી ફરિયાદોનું સ્ટેટસ જાણી શકો છો. સ્વાગત સપ્તાહ ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય એમ ચાર સ્તર પર યોજાય છે.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ(SWAGAT Online Portal) ના ફાયદા

  • સ્વાગત ઓનલાઇન પોર્ટલ નાગરિકોની ફરિયાદોનું અતિ ઝડપી સોલ્યુશન આપે છે.
  • આ પોર્ટલ દ્વારા નાગરિકો સરકારી વિભાગો અને સરકારના વહીવટને લગતી ફરિયાદો ઘરે બેઠાં જ નોંધાવી શકે છે.
  • સરકારી કામકાજને લગતી ફરિયાદો કરવા કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવા નથી પડતાં.
  • ફરિયાદો નોંધાવ્યા પછી લોકો તેમની ફરિયાદોનું ટ્રેકિંગ પણ કરી શકે છે, કે તેમની ફરિયાદ કયાં સ્તર સુધી પહોંચી છે.
  • સ્વાગત ઓનલાઇન પોર્ટલ(SWAGAT Online Portal) નાગરિકો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સીધી ક્રિયા-પ્રતિક્રિયાની સુવિધા આપે છે.
  • આ પોર્ટલમાં નાગરિકો ફરિયાદો ઉપરાંત વિવિધ સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે.
  • નાગરિકો આ પોર્ટલની મદદથી તેમને મળેલી સરકારી સેવાઓનું સરકારને ફીડબેક પણ આપી શકે છે.
  • સરકાર અને જનતા વચ્ચે પારદર્શિતા વધે છે અને ભ્રષ્ટાચાર ઓછો થાય છે.
  • ટેક્નોલિજીની મદદથી સ્વાગત ઓનલાઇન પોર્ટલ એ સરકાર અને જનતા વચ્ચે સેતુ રચે છે.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ(SWAGAT Online Portal) પર ફરિયાદ કેવી રીતે દાખલ કરશો?

સ્વાગત ઓનલાઇન પોર્ટલ(SWAGAT Online Portal) પર ફરિયાદ દાખલ કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ કામ તમે તમારા મોબાઇલ પર પણ કરી શકો છો. આ માટે તમારે સ્વાગત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં ફરિયાદના સેક્શનમાં તમારી માહિતી અને ફરિયાદને ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં દાખલ કરવાની રહેશે. ફરિયાદ દાખલ કર્યા બાદ એક નંબર જનરેટ થશે, જેની મદદથી તમે તમારી ફરિયાદનું સ્ટેટસ જાણી શકશો. આ કામ તમે હવે ફેસબુક, ટ્વિટર, કૂ એપ કે ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ કરી શકો છો.

સ્વાગત ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ દાખલ કરવા અહીં ક્લિક કરો:- SWAGAT Online Portal

અમારા વ્હોટ્સએપ ગૃપ સાથે જોડાવા અહીં ક્લિક કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

હવે ૭/૧૨, ૮-અના ઉતારાની નકલ ઘરે બેઠાં મેળવો

આ રીતે ઇન્વેસ્ટ કરશો તો દર વર્ષે 67,000/- રૂપિયા ચોખ્ખાં કમાશો એ નક્કી

સાપ કરડે ત્યારે આટલું કરશો તો બચી જશો

ગુજરાતી સાહિત્ય, સરસ મજાની વાર્તાઓ અને કવિતાઓ માણવા માટે અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News