VMC bharti 2023 – વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટી ભરતીની જાહેરાત, વડોદરામાં સરકારી નોકરીની તક

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. VMC bharti 2023 અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં ડૉક્ટરો, લેબ ટેક્નીશીયન, એક્સ-રે ટેક્નીશીયન, ફાર્માસીસ્ટ અને સ્ટાફનર્સ જેવી વિવિધ પોસ્ટ માટે સરકારી નોકરીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા યુવાનોને વડોદરા શહેરમાં સરકારી નોકરીની સુવર્ણ તક મળશે. આ ભરતી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે અને તેના માટે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમારી આસપાસ ઉપરોક્ત પોસ્ટને લાયક કોઈ પણ યુવક-યુવતીઓ હોય તો તેમને આ VMC bharti 2023 જાહેરાતના સમાચાર ઝડપથી પહોંચાડો.

VMC bharti 2023

ભરતી કરનાર સંસ્થા વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળ વડોદરા
કુલ જગ્યાઓ ૧૦૧
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની શરૂઆત ૦૯/૦૮/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮/૦૮/૨૦૨૩
સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટwww.vmc.gov.in

VMC bharti 2023 દ્વારા થનારી ભરતીમાં બહાર પડેલી વિવિધ પોસ્ટની વિગત

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
ગાયનેકોલોજીસ્ટ05
પીડીયાટ્રીશીયન05
મેડીકલ ઓફિસર વર્ગ-૦૨10
એક્સ-રે ટેક્નિશિયન02
લેબ ટેક્નિશિયન24
ફાર્માસીસ્ટ20
સ્ટાફ નર્સ35
કુલ જગ્યાઓ101

વડોદરા મહાનગર પાલિકા દ્વારા બહાર પડેલી ભરતી અંગે યાદ રાખવા જેવી તારીખો

ક્યારથી ઓનલાઇન અરજીઓ કરી શકાશે:- ૦૯ ઑગસ્ટ, ૨૦૨૩

અરજી ક્યાં સુધી કરી શકાશે:- ૨૮ ઑગસ્ટ, ૨૦૨૩

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

વડોદરા મહાનગરપાલિકા પાસે આવેલી ઓનલાઇન અરજીઓની સંખ્યાને આધારે સંસ્થા દ્વારા નક્કી થશે કે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવી કે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે. જો ઓનલાઇન અરજીઓની સંખ્યા વધારે હશે તો VMC bharti 2023 માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

VMC bharti 2023 દ્વારા થનારી ભરતીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલી કેટલીક અગત્યની સૂચનાઓ

  • VMC bharti 2023માં ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ પણ પ્રકારે કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.
  • આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in મૂકવામાં આવશે. જે દરેક ઉમેદવારે સત્વરે જોઈ લેવી.
  • ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ ૨૮/૦૮/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન પદ્ધતિથી ભરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ રદ થઈ જશે.
  • આ ભરતી પ્રક્રિયા અંગે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે-તે જગ્યાને અનુરૂપ એલીમિનેશન ટેસ્ટ/ સ્પર્ધાત્મક પરીક્ષા/ ઇન્ટરવ્યુ અંગે કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે આખરી નિર્ણય રહેશે.
  • ઉપરોક્ત તમામ જગ્યાઓના મહેકમ ખર્ચની નાણાકીય જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા થનાર છે તથા તે અનુસાર રાજ્ય સરકારશ્રીને જરૂર જણાય તો ઉક્ત મહેકમને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઈ શકશે. પ્રતિનિયુક્તિ પર આવેલ મહેકમને સરકાર રાજ્યના કોઈ પણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે. એટલે કે સદર તમામ જગ્યાઓ બદલીને પાત્ર છે તથા સરકારશ્રીને જરૂર જણાય ત્યારે રાજ્યના કોઈ પણ સ્થળે બદલી કરી શકશે/ શકાશે. આ પૂર્ણ રૂપથી સરકારી નોકરી કહેવાશે.
  • ઉપરોક્ત કેડરોની ભવિષ્યમાં ખાલી પડનાર કે ગ્રાંટ આધારિત નવી ઊભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી/ પ્રતિક્ષા યાદી પૈકી રોસ્ટર ક્રમની જાળવણી કરીને કરવામાં આવશે.
  • ઉપરોક્ત તમામ જગ્યાઓની મંજૂરી રાજ્ય સરકારશ્રી દ્વારા નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવેલી છે. ત્યારબાદ જગ્યાઓની મુદત વખતોવખતની રાજ્ય સરકારશ્રીની મંજુરીને આધિન રહેશે. સદર બાબતે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી નક્કી થશે નહીં.

VMC bharti 2023 વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં ભરતીમાં અરજી કરવાની રીત

VMC bharti 2023 વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ તારીખ ૦૯/૦૮/૨૦૨૩થી સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે અથવા નીચે આપેલી લિંક દ્વારા સીધી અરજી કરી શકાશે. ત્યારબાદ ઉમેદવારોએ અરજી ફોર્મમાં માંગેલી બધી વિગતો ભરીને સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ અરજી માટે નિયત થયેલી ફી ભરવાની રહેશે. આ રીતે ઉમેદવારો પોતાની અરજી કન્ફર્મ કરી શકશે. અરજી ફી નહીં ભરી હોય તેવી બધી જ અરજીઓ તારીખ ૨૮/૦૮/૨૦૨૩ બાદ આપોઆપ રદ થઈ જશે.

VMC bharti 2023માં અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- Apply Now

વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ જોવા અહીં ક્લિક કરો:- Click Here

અવનવી માહિતીઓની અપડેટ મેળવવા માટે અમારું વ્હોટ્સએપ ગૃપ જોઈન કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

GSRTC દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરની 7404 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી

જાણો 15મી ઑગસ્ટથી શરૂ થઈ રહેલું ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન વિશે

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News