ઘણાં દેશો માટે માથાનો દુઃખાવો બનેલું આ ડાર્ક વેબ (Dark Web) શું છે? સરકાર કેમ તેના પર સકંજો કસવાની વાત કરી રહી છે? What happen if you go on Dark Web

ઇન્ટરનેટની દુનિયા

ઇન્ટરનેટની દુનિયા ઘણી વિશાળ છે. આપણે હજુ આ દુનિયા ફક્ત બહારથી જ જોઈ છે. આજે આપણે જે કાંઈ પણ ટૉપિક વિશે જાણવું હોય તો તરત જ તેના વિશે ગુગલ પર સર્ચ કરી લેતાં હોય છે. ગુગલ તરત જ આપણને આપણા પ્રશ્નનું સમાધાન આપી દે છે. પરંતુ ઇન્ટરનેટની એક એવી પણ દુનિયા છે, જેના વિશે સામાન્ય જનતા નથી જાણતી. આ દુનિયા એટલે ડાર્ક વેબ. ડાર્ક વેબને ડાર્ક નેટ પણ કહેવામાં આવે છે. આપણાં ગૃહમંત્રી અમિત શાહે જ્યારથી જી-૨૦ સમિટમાં ડાર્ક વેબ પર કડક પગલાં લેવાનું કહ્યું છે ત્યારથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જાણો What happen if you go on Dark Web જાણો ઇન્ટરનેટની આ અંધારી દુનિયા વિશે.

ઇન્ટરનેટ આમ તો ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. આપણે ગુગલથી કે પછી ક્રોમ અને ઓપેરા જેવા બ્રાઉઝરથી જે કાંઈ સર્ચ કરીને માહિતીઓ મેળવીએ છીએ તે આખા ઇન્ટરનેટનો ફક્ત ૫% જ ભાગ છે. તેને સ્ટાન્ડર્ડ વેબ કહે છે. જ્યારે ઇન્ટરનેટનો ૯૦% ભાગ ડાર્ક વેબ અને ડીપ વેબથી આવરિત છે. જાણીએ તેના ત્રણેય ભાગો વિશે.

સ્ટાન્ડર્ડ વેબ (Standard Web)

આપણે સામાન્ય રીતે જે કાંઈ પણ માહિતીઓ ગુગલ કે મોબાઇલના બ્રાઉઝરથી સર્ચ કરીને મેળવીએ છીએ તે બધી માહિતીઓ સ્ટાન્ડર્ડ વેબમાં આવે છે. અહીં દરેક માહિતી દરેક ઇન્ટરનેટ યુઝર માટે ખુલ્લી હોય છે. તેને દરેક વ્યક્તિ એક સામાન્ય સર્ચ દ્વારા મેળવી શકે છે. સ્ટાન્ડર્ડ વેબ એ ઇન્ટરનેટની દુનિયાનો ફક્ત ૫% જ ભાગ રોકે છે.

ડીપ વેબ (Deep Web)

કેટલાંક લોકો ડીપ વેબ અને ડાર્ક વેબ બંને એક જ છે એમ માને છે, પણ આ સાચું નથી. ડીપ વેબ એ ડાર્ક વેબથી ઘણું અલગ છે. ઇન્ટરનેટનો ૯૦% ભાગ એ ડીપ વેબ(Deep Web)થી આવરિત છે. ડીપ વેબ એ જોખમી નથી પણ યુઝરને સુરક્ષા પૂરી પાડે છે. અહીં વ્યક્તિ કે સંસ્થાની ખાનગી માહિતીઓ સંગૃહીત થાય છે. જેમ કે, વ્યક્તિની બૅન્કિંગ ડિટેલ્સ, ઇ-મેઇલ, નેટ બૅન્કિંગ, ક્રિપ્ટોટ્રેડિંગ, વ્યક્તિગત બ્લૉગ કે વેબસાઇટ લોગઇન વગેરે ડીપ વેબ સર્ફિંગ કહેવાય છે. આ બધી માહિતીઓ તમે સીધે સીધી ગુગલ દ્વારા મેળવી શકતાં નથી. આ બધી માહિતીઓ મેળવવા તમારે જે તે વેબસાઇટ કે પ્લેટફોર્મ પર લોગઇન(Login) કરવાનું હોય છે. લોગઇન (Login) થયા બાદ જ તમે જે તે માહિતીઓ મેળવી શકો છો. અહીં યુઝરનો ડેટા સુરક્ષિત હોય છે.

ડીપ વેબ અને ડાર્ક વેબ વચ્ચે તફાવત (Deep Web vs. Dark Web) 

  • ડીપ વેબ એ યુઝરની વ્યક્તિગત માહિતીઓ અને સંસ્થાગત માહિતીઓ માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે ડાર્ક વેબમાં કોઈ જ પ્રકારની મર્યાદાઓ હોતી નથી.
  • ડીપ વેબ એ ઇન્ટરનેટની દુનિયાનો ૯૦% ભાગ રોકે છે, જ્યારે ડાર્ક વેબ એ ઇન્ટરનેટની દુનિયાનો માત્ર ૫% ભાગ રોકે છે.
  • ડીપ વેબ(Deep Web) યુઝરના ડેટાને પાસવર્ડ પ્રોટેક્શન (Password Protection) અને ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશન (Two Factor Authentication)ની મદદથી સુરક્ષા પ્રદાન કરે છે, જ્યારે ડાર્ક વેબ(Dark Web) પર તમે ખૂબ જ સરળતાથી હેકિંગ (Hacking)નો શિકાર બની શકો છો.
  • ડીપ વેબ (Deep Web)માં કાયદાકીય ધારાધોરણ લાગુ પડે છે, જ્યારે ડાર્ક વેબ(Dark Web) પર કોઈ પણ કાયદાકીય ધારાધોરણ લાગુ પડતાં નથી.
  • ડીપ વેબ પર મોટે ભાગે કાયદેસર કાર્યો થતાં હોય છે, જ્યારે ડાર્ક વેબ પર કાયદેસર અને ગેરકાયદેસર એમ બંને પ્રકારના કાર્યો થાય છે. 
  • ડીપ વેબ પર જે તે સંસ્થાના નિયમો લાગુ પડે છે, જ્યારે ડાર્ક વેબ પર કોઈ પણ સંસ્થાના નિયમો લાગુ પડતાં નથી.
  • ડીપ વેબને એક્સેસ કરવા કોઈ સ્પેશિયલ બ્રાઉઝરની જરૂર હોતી નથી. તે કોઈ પણ સામાન્ય બ્રાઉઝર જેવા કે ગુગલ ક્રોમ કે ઓપેરા દ્વારા એક્સેસ કરી શકાય છે, જ્યારે ડાર્ક વેબને એક્સેસ કરવા માટે સ્પેશિયલ બ્રાઉઝરની જરૂર પડે છે.
  • ડીપ વેબ પર સર્ફિંગ કરવા માટે કોઈ મોટા ટેક્નિકલ જ્ઞાનની જરૂર નથી હોતી, કોઈ પણ વ્યક્તિ તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે, જ્યારે ડાર્ક વેબ માટે ટેક્નિકલ જ્ઞાનની જરૂર હોય છે.જો તમારી પાસે આવું જ્ઞાન નથી તો તમે ખૂબ સરળતાથી હેકિંગનો શિકાર બની જશો. 

ડાર્ક વેબ- What happen if you go on Dark Web

ડાર્ક વેબ એ ખાનગી ઇન્ટરનેટ સર્ફિંગ છે જે એન્ક્રિપ્ટેડ વેબ માહિતીઓ આપે છે. ડાર્ક વેબનો કોન્સેપ્ટ બાકીના વેબથી અલગ છે. તેની કોઈ પણ માહિતી ગુગલ પર જોવા મળતી નથી. તેને સામાન્ય બ્રાઉઝરથી એક્સેસ પણ કરી શકાતું નથી. ડાર્ક વેબ એવી માહિતીઓનો ભંડાર છે, જે કાયદેસર અને ગેરકાયદેસર એમ બંને પ્રકારની માહિતીઓ પીરસે છે. આ માહિતીઓ ક્યારેક દેશ અને દુનિયા માટે જોખમ ઊભું કરી દેતી હોય છે.

ડાર્ક વેબ (Dark Web) કેવી રીતે એક્સેસ કરી શકાય? (How to Access Dark Web)

ડાર્ક વેબને એક્સેસ કરવા માટે એક સ્પેશિયલ બ્રાઉઝરની જરૂર પડે છે. આ બ્રાઉઝરનું નામ છે ટૉર (Tor) બ્રાઉઝર.

ડાર્ક વેબની શરૂઆત કેવી રીતે થઈ? (History of Dark Web)

વર્ષ ૨૦૦૨માં એડિનબર્ગ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી ઈયાન ક્લાર્કે એક થીસિસ પ્રોજેક્ટ રજુ કર્યો. આ થીસિસમાં ડાર્ક વેબનો કોન્સેપ્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ થીસિસમાં એક એવી રીતની વાત હતી, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ દર્શાવ્યા વગર ઇન્ટરનેટ પર એક બીજા સાથે માહિતીની આપ-લે કરી શકે.

આ જ કોન્સેપ્ટ વર્ષ ૨૦૦૮માં પર ટૉર(Tor) નામના બ્રાઉઝરની શરૂઆત થઈ અને તેની સાથે જ ડાર્ક વેબની શરૂઆત થઈ. શરૂઆતમાં ડાર્ક વેબનો ઉપયોગ એ અમેરિકાની જાસુસી એજન્સી અને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુપ્ત માહિતીઓના આદાનપ્રદાન માટે થતો હતો. પરંતુ ધીરે ધીરે આ ડાર્ક વેબ ગેરેકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો.

ડાર્ક વેબનું ડોમેઇન? (Which Domain Name Dark Web Use)  

ડાર્ક વેબ એ સ્ટાન્ડર્ડ અને ડીપ વેબની જેમ .com, .in, .org કે .co જેવા ડોમેઇન નેમનો ઉપયોગ નથી કરતું. ડાર્ક વેબ એ .onion ડોમેઇનનો ઉપયોગ કરે છે. Onion એટલે કે ડુંગળી, આ ડોમેઇનનો અર્થ છે કે ડાર્ક વેબમાં ડુંગળીની જેમ અનેક લેયર હોય છે, જેને ભેદવા કઠિન હોય છે. એક વાર કોઈ સામાન્ય યુઝર આ જાળમાં ફસાઈ જાય પછી ત્યાંથી પાછું ફરવું કઠિન છે. અહીં એટલા બધાં લેયર અને રૂટ હોય છે કે કોઈ પણ ડેટાને ગુપ્ત રાખી શકાય છે.

આ ટેક્નોલોજી ડાર્ક વેબને સરકારની ટ્રેકિંગ અને સર્વેલન્સથી બચાવી રાખે છે. તેને કોઈ ટ્રેક નથી કરી શક્તું. આથી અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે.

શું ડાર્ક વેબ ગેરકાયદેસર છે? (Is Dark Web Illegal?)

ના, ડાર્ક વેબ સંપૂર્ણપણે ગેરકાયદેસર નથી. ઘણાં દેશોની સરકારની જાસુસી એજન્સીઓ પોતાની માહિતીઓ ગુપ્ત રાખવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. પણ આજકાલ ડાર્ક વેબ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી ગઈ છે, જેને ટ્રેક કરવી મુશ્કેલ હોવાથી સરકાર ડાર્ક વેબ પર લાલ આંખ કરી રહી છે.

સરકાર શા માટે ડાર્ક વેબ પર કડક પગલાં ભરવા માંગે છે? (Why Government Became Strict on Dark Web?)

What happen if you go on Dark Web?

ડાર્ક વેબ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે, સાયબર ફ્રોડ, ડેટા ચોરી, ડેટા સ્મગલિંગ, ડ્રગ્સ અને ગેરકાયદેસર દવાઓનું વેચાણ, ગેરકાયદેસર રીતે હથિયારોનું વેચાણ અને આતંકી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. આ બધી ગેરકાયદેસર ગતિવિધિઓનું ટ્રેકિંગ અને સર્વેલન્સ કરવું મુશ્કેલ હોવાથી ડાર્ક વેબ એ આજે ઘણા દેશોની સરકારના માથાનો દુઃખાવો બની ગયું છે. તેથી સરકાર ડાર્ક વેબ પર કડક પગલાં ભરવાનું વિચારી રહી છે.

શું સામાન્ય નાગરિકે ડાર્ક વેબનો ઉપયોગ કરવો હિતાવહ છે? (Is Dark Web Good for us?)

ના, કોઈ પણ સામાન્ય નાગરિકે ડાર્ક વેબનો ઉપયોગ કરવો હિતાવહ નથી (Dark Web is not good for all).  ડાર્ક વેબ એ ઇન્ટરનેટનું અંડરવર્લ્ડ છે. એક એવી અંધારી દુનિયા છે કે કોઈ સામાન્ય નાગરિક એક વાર તેની અંદર જતો રહે પછી તે સહી સલામત પાછો આવી શક્તો નથી. એક વાર તમે ડાર્ક વેબમાં પહોંચી જાઓ પછી ક્યાં જવું તેની કાંઈ ખબર પડતી નથી. આપણી કોઈ પણ વેબસાઇટ કે વેબ એડ્રેસ ત્યાં કામ લાગતું નથી. તમે અજાણતાં જ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી સાઇટ પર પહોંચી શકે છો.

એક વાર યુઝર તેની અંદર ફસાઈ જાય પછી તેની સાથે કંઈ પણ ઘટના ઘટી શકે છે. તે સાયબર એટેકનો ભોગ પણ બની શકે છે અને તેને કોઈ પણ ગતિવિધિઓમાં સરળતાથી તેને સંડોવી શકાય છે. જેને પગલે તાત્કાલિક ધોરણે તેની ધરપકડ પણ થઈ શકે છે. આથી સામાન્ય નાગરિકોએ ડાર્ક વેબથી દૂર રહેવું હિતાવહ છે.    

Share this Post

2 thoughts on “ઘણાં દેશો માટે માથાનો દુઃખાવો બનેલું આ ડાર્ક વેબ (Dark Web) શું છે? સરકાર કેમ તેના પર સકંજો કસવાની વાત કરી રહી છે? What happen if you go on Dark Web”

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News