૩૧ જુલાઈ પહેલાં આટલું કરી લેજો, નહીંતર ઘણો પસ્તાવો થશે

સરકારની કેટલીક યોજનાઓ, સૂચનાઓ અને ચેતવણીઓની એક ફિક્સ મુદત હોય છે. જે કેટલાંક સમયમાં પૂર્ણ થઈ જતી હોય છે. આ મુદત દરમિયાન જો આપણે તે યોજનાનો લાભ ન લઈએ તો આપણને જે-તે યોજનાનો લાભ મળતો નથી. આ ઉપરાંત જો આપણે સરકારની સૂચનાઓ અને ચેતવણીઓને અવગણીએ તો આપણે દંડ પણ ભરવો પડી શકે છે. આવો જાણીએ સરકારની એવી યોજનાઓ અને સૂચનાઓ વિશે જેના પર આપણે ૩૧ જુલાઈ પહેલાં ધ્યાન આપવું અનિવાર્ય છે.

ઇન્કમટેક્સ રીટર્ન

ભારતનું નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનું હોય છે. આ નાણાકીય વર્ષ ચાર ક્વાર્ટરમાં વિભાજીત હોય છે. પહેલું ક્વાર્ટર એપ્રિલથી જુન સુધીનું હોય છે. બીજુ ક્વાટર જુલાઈથી સપ્ટેમ્બર, ત્રીજુ ક્વાર્ટર ઑક્ટોબરથી ડિસેમ્બર અને ચોથું કવાર્ટર જાન્યુઆરીથી માર્ચ સુધીનું હોય છે. દર નાણાકીય વર્ષના અંતે વેપારીઓ અને ધંધાદારીઓએ ઇન્કમટેક્સ રીટર્ન કરવું પડતું હોય છે.  

સરકારે આ વખતે ઇન્કમટેક્સ રીટર્નની મુદત વધારીને ૩૧ જુલાઈ સુધી કરી હતી, જે હવે પૂર્ણ થવાને આરે છે. જો તમે ૩૧ જુલાઈ સુધીમાં ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ નહીં કરો તો તમારે ૫૦૦૦/- રૂપિયા જેટલો દંડ ભરવો પડી શકે છે. જુલાઈ મહિનાથી નાણાકીય વર્ષના બીજા કવાર્ટરની શરૂઆત થઈ ગઈ છે. આ ક્વાર્ટરમાં તમારે તમારા બધાં જ નાણાકીય વ્યવહારોની પતાવટ ૩૧ જુલાઈ પહેલાં કરી દેવી પડશે, નહીંતર તમને પસ્તાવાનો વારો આવી શકે છે.

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક તથા નિષ્ક્રિય પાન કાર્ડ એક્ટિવ કરવાની રીત

સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ૩૦ જુન, ૨૦૨૩ રાખી હતી. ૩૦ જુન પછી જે પણ લોકોએ પોતાના પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક નથી કર્યું તેમનું પાન કાર્ડ ૧ જુલાઈ, ૨૦૨૩થી નિષ્ક્રિય થઈ ગયું છે. જો તમે પોતાનું પાન કાર્ડ ફરીથી એક્ટિવ કરાવા માંગતાં હોવ તો તમારે ૧૦૦૦/- રૂપિયા દંડ ભરીને પોતાનું પાન કાર્ડ એક્ટિવ કરી શકો છો.

જુલાઈ મહિનાથી વ્યાજદરોમાં વધારો થયો છે

સરકારે નાની બચત યોજનાઓ માટે દેશનાં બજેટમાં વ્યાજદરોમાં વધારો કર્યો હતો, જે આ જુલાઈ મહિનાથી જ લાગુ થઈ ગયો છે. સરકારે વ્યાજદરોમાં ૦.૧૦% થી ૦.૩૦% સુધીનો વધારો કર્યો છે.  જો તમે સરકારની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માંગો છો તો તમે અત્યારે આ તકનો ફાયદો ઉઠાવી શકો છે.

૩૧ જુલાઈ પહેલાં પીએમ કિસાન યોજના(PM Kisan Yojana)નું KYC કરી લેજો, નહીં તો લાભ નહીં મળે

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને હપ્તા દીઠ ૨૦૦૦/- રૂપિયા મળે છે. જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના માટે KYC કરાવ્યું નથી, તેમણે ૩૧ જુલાઈ પહેલાં KYC કરાવી દેવું ફરજિયાત છે. KYC ન કરાવનાર ખેડૂતોને આગામી હપ્તેથી મળતાં ૨૦૦૦/- રૂપિયાનો લાભ નહીં મળે. સરકાર આ પહેલાં KYCની તારીખમાં વધારો કરી ચૂકી છે, એટલે આ વખતે છેલ્લી તારીખમાં વધારો થાય તેવી આશા રાખવી નકામી છે. તેથી સમયસર KYC કરાવી લેવું હિતાવહ છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ પણ ૩૧ જુલાઈ

અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવા સમયમાં ખેડૂતોને ભારે નુકસાન ન વેઠવું પડે તે હેતુંથી સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી હતી. હાલમાં ભારે વરસાદને પગલે ઘણાં ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. કેટલાંક ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. જે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય તેવા ખેડૂતોએ આ યોજનાનો લાભ સત્વરે લઈ લેવો જોઈએ.

આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે. સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ પણ ૩૧ જુલાઈ જ છે. જે ખેડૂતો ૩૧ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમને આ યોજનાનો લાભ નહીં મળે, તેથી તેમને પસ્તાવાનો વારો આવી શકે છે.  

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News